તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવ કામગીરી:ગોધરાની બી ડિવિઝન પોલીસે બે સ્થળેથી કતલે જતાં 3 પશુને બચાવ્યા

ગોધરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગોધરા સિગ્નલ ફળિયા તેમજ દરૂનિયા ચોકડી પાસે નાકાબંધી કરાતા ઝડપાયા

ગોધરા શહેરના સિગ્નલ ફળિયા રેલવે ગરનાળા માર્ગેથી એક ટેમ્પોમાં કતલના ઇરાદે પશુ લાવવામાં આવી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરી કરતા એક છોટા હાથી ટેમ્પોમાં એક ભેંસ કતલ કરવાનાં ઇરાદે ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂ્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે એક ભેંસ સહિત કુલ રૂા.1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભેંસને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. બીજી તરફ પોલીસે ઈરફાન યાકુબ ઘાંચિભાઈ નામના ઈસમની અટકાયત કરી હતી.

ઈરફાન ખાતુડા, આસિફ હયાત સહીત ત્રણ સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણું અટકાવવાના કાયદા અન્વયે ગુનો નોંધ્યો હતો. જયા શહેરા ખાતેથી છોટા હાથીમાં ભેંસો ભરીને કતલના ઇરાદે ગોધરા લાવવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે દરૂનિયાં ચોકડી પાસે નાકાબંધી ગોઠવી હતી. બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને રોકાવ્યું હતું, પોલીસે વાહનમાં તપાસ કરતા બે ભેંસો કતલ કરવાના ઇરાદે પગ તથા ગળાના ભાગે ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી, પોલીસે બંને ભેંસોને બચાવીને પાંજરાપોળ મોકલી આપી હતી.

જ્યારે ભેંસો લઇને આવનાર ઉંમર ફારુક યુસુફ ભાઈ જમાલ તેમજ ભેંસો મોકલનાર શહેરાના નાદિર શેખ તેમજ ભેંસો મંગાવનાર અનસ ઉર્ફે કાલિયા ઇસહાક મણકી સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો