તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBની કાર્યવાહી:ગોધરા ACBએ ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ ગોવિંદભાઈ  વિરમભાઈ ચૌધરી. - Divya Bhaskar
ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ ગોવિંદભાઈ  વિરમભાઈ ચૌધરી.
 • જંગલ વિસ્તારમાં પથ્થર ભરેલા ડમ્પરો છોડવા લાંચની માંગણી કરી હતી

ગોધરા તાલુકાના જંગલ વિસ્તારમાંથી સફેદ પથ્થર ભરેલી ટ્રકો અને ડમ્ફર પસાર થતી હતી. આ પથ્થર ભરેલી ટ્રકોનો જથ્થો પથ્થર ફેકટરીઓમાં વેચતા હતા. ગોધરા પુર્વ રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર ગુણવંતસિંહ મંગળસિંહ પરમાર અને બીટગાર્ડ ગોવિંદભાઈ વિરમભાઈ ચૌધરીએ 3 ડિસેમ્બરના રોજ ડમ્પરો રોકી રૂા.60 હજારની માંગણી કરી હતી.

રકઝકના અંતે સ્થળ પર રૂા.5000 લઈ લીધા અને બીજા 30 હજાર લેવાનો વાયદો કરી ટ્રકો છોડી દીધી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ગોધરા ACBમાં ફરિયાદ નોધાવી હતી. ACB પીઆઇ આરઆર દેસાઈ તથા ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. રાઉન્ડ ફોરેસ્ટર પરમારે ફરીયાદી સાથે મોબાઇલથી વાતચીત કરી ગોવિંદભાઈ ચૌધરી બીટગાર્ડને લાંચના નાણાં આપવા જણાવેલ હતું.

જેથી બીટગાર્ડ ગોધરા BSNL સામે ફરીયાદી પાસેથી રૂા.22,500 ફિ.પા.વાળા તથા રૂા.1000 ફરીયાદીના અંગતમાંથી સ્વીકારતા બીટગાર્ડ ચૌધરીને ACB પોલીસે રંગેહાથે ઝડપી પાડયો હતો. જયારે રાઉન્ડ ફોરેસ્ટર ગુણવંતભાઈ પરમારની તપાસ કરતા રજા ઉપર હોવાનું જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો