તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ગોધરા શહેરમાં વૃદ્ધાના સોનાના દાગીના લઇને છોકરી છૂમંતર

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બી ડિવિઝન પોલીસ મથકે 90 હજારની ફરિયાદ નોંધાઇ

ગોધરા શહેરના સૈફી મસ્જીદ પાસે રહેતા હાજરાબેન વાવડી વાલા ગત ૧૫ નવેમ્બરે પોતાના કામ અર્થે બજાર જઈ રહ્યા હતા ત્યારે વ્હોરવાડ ઢાળ પાસે એક અજાણી છોકરી તેઓને મળી હતી અને જણાવ્યું હતું કે અમે વૃદ્ધોને સરકારી સહાય આપવાનું કામ કરીએ છીએ, જેના માટે ફોર્મ ભરવાનું રહેશે, તેના માટે તમારે ડોક્યુમેન્ટ અને બે ફોટા આપવા પડશે, જેને લઇને હાજરાબેન દ્વારા ફોટા અને ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા, બાદમાં અજાણી છોકરી તેઓને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં છોકરીએ જણાવ્યું હતું કે તમારે બીજા ફોટાની જરૂર પડશે, જેને લઈને તેઓને બીજા ફોટા પડાવવા માટે સ્ટુડિયો પર ગયા હતા,

જ્યાં છોકરીએ જણાવ્યું હતું કે આપણે મ્યુનિસિપાલિટીના સાહેબના ઘરે જવાનું છે,તેમ જણાવી હાજરાબેન અને અજાણી છોકરી ચાલતા ચાલતા ભુરાવાવ થઈને પાવરહાઉસ પહોંચ્યા હતા,જ્યાં અજાણી છોકરીએ જણાવ્યું હતું કે તમારે દાગીના ઉતારી દેવા પડશે, નહિ તો સાહેબ તમને સહાય નહિ આપે, જેને લઇને હાજરાબેન દ્વારા ૩ બંગડી અને એક વીંટી ઉતારી હતી ત્યારે અજાણી છોકરીએ જણાવ્યું હતું કે,

તમારા દાગીના મને આપી દો હું મારી બેગમાં સાચવી રાખીશ, બાદમાં હાજરાબેન અજાણી છોકરી સાથે મોદીની વાડી ન. ૨ પાસે આવ્યા હતા, જ્યાં બાકડા પર હાજરાબેનને બેસાડીને અજાણી છોકરી હું સહેબનને મળીને આવું છું, પછી આપણે બંને ફોર્મ જમા કરાવવા જઈસુ તેમ કહીને છોકરી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી,

પોણો કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં છોકરી પરત ફરી ન હતી, આમ અજાણી છોકરી એક વૃદ્ધાના અંદાજે 90.000ની કિંમતના સાડા ચાર તોલા સોનાના દાગીના લઇને ફરાર થઈ ગઈ હતી, આ બનાવ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણી છોકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો