નિર્ણય:ધોરણ 10માં માસ પ્રમોશન મળવાથી 25,431 વિદ્યાર્થીઓ માટે ધો.11ના 100 વર્ગો વધારાશે

ગોધરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલની 356માંથી 20 શાળાઓમાં હાયર સેકન્ડરીની વ્યવસ્થા નથી : ગત વર્ષે જિલ્લાનું ધો. 10નું 51.26 ટકા પરિણામ હતું આ વર્ષે 100 ટકા
  • ગત વર્ષના 11511ની સામે અા વર્ષે 25431 છાત્રો ઉત્તીર્ણ જાહેર

કોરોનાની અસર પંચમહાલની શાળાઓ પર પડી હતી. સંક્રમણને લઇને શાળાઓએ અભ્યાસ ઓફલાઇન અને ઓનલાઇન કરવાની નોબત આવી હતી. ત્યારે બીજી લહેર આવતાં શિક્ષણ વિભાગ દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું હતું. જિલ્લાની 356 શાળાઅોના 25431 વિદ્યાર્થીને માસ પ્રમોશન આપી દેવાતાં ધો. 11માં સીધો પ્રવેશ મળશે.

ગત વર્ષે જિલ્લાનું ધો. 10નું 51.26 ટકા રીઝલ્ટ હતું. જેથી ગત વર્ષે 22457 છાત્રમાંથી 11511 છાત્રો પાસ થયા હતા. જ્યારે આ વર્ષે ધો.10નું 100 ટકા પરિણામ અપાતાં રીપીટ સિવાયના તમામને પ્રમોશન મળતાં ધો. 11માં પ્રવેશનો પ્રશ્ન વિકટ બનશે. જિલ્લાની 20 શાળામાં હાયર સેકન્ડરીના વર્ગખંડની વ્યવસ્થાનો અભાવ છે. એકસાથે બમણા વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ અપાશે તો વર્ગની અછત થશે. ધો. 10ના 25 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતાં 11માં પ્રવેશ આપવા જિલ્લાની શાળાઓમાં 100 જેટલા નવા વર્ગો શરૂ કરવા પડશે. નવા 100 વર્ગની મંજૂરી સાથે નવા શિક્ષકોની પણ જરૂરીયાત ઉભી થશે.

અગાઉના પર્ફોર્મન્સ મુજબ માર્કશીટમાં ગુણ અપાશે
સરકારે માસ પ્રમોશન તો આપી દીધું પણ વિદ્યાર્થીઓને માર્કશીટમાં ગુણ કયા આધારે આપવા તેના માટે શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમિટી બનાવી છે. ધો. 9 અને 10ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. જેના આધારે સાયન્સ, આર્ટસ અને કોર્મસમાં પ્રવેશ આપવામાં આવશે તેવી શકયતાઓ લાગી રહી છે.

વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં ધો.11 માટેના વર્ગો નવા શરૂ કરવા પડશે
જિલ્લાના ધો 10 ના 25431 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. કોઇ વિદ્યાર્થીઓને નુકસાન ના થાય તે માટે માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણો આપવામાં આવશે. ધોરણ 11 માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં જિલ્લામાં 100 જેટલા વર્ગો નવા શરૂ કરવા પડશે.> ભાનુભાઇ પંચાલ, ડીઇઓ

અન્ય સમાચારો પણ છે...