ગોધરા શહેરમાં કોરોના વાઇરસનો ફેલાવો ઝડપી વધતાં ગોધરા માં કોરોના કુલ 458 કેસ નોધાયા છે.ગોધરા શહેર ગણેશ ચર્તૃર્થી ઉત્સાહ પુર્વક મનાવે છે.શહેરમાં નાની મોટી થઇને 800 થી વધુ ગણેશ મુર્તીઓનું સ્થાપન થાય છે. પણ કોરોના મહામારીને લીધે ગણેશ મહોત્સવમાં ગણેશ પંડાલમાં ટોળાં ઉમટી પડવાથી કોરોના ફેલાવો વધવાને લઇને સરકારે જાહેર સ્થળ ઉપર ગણેશ સ્થાપના નહિ કરવાનો જાહેરનામું બહાર પાડયું છે. જેને લઇને ગોધરા શહેર ગણેશ મંડળોએ ધરે ધરે ગણેશ સ્થાપના કરવાની સહમતિ દર્શાવી હતી.
આ વર્ષે ગણેશજી ધરે ધરે બિરાજશે જેને લઇને નાની 3 ફુટ જેટલી મુર્તિઓનું ધુમ વેચાણ થવા પામ્યું છે. આ વર્ષે ગત વર્ષ કરતાં 50 ટકા ગણેશ મુર્તિઓનુંવેચાણ ધટયું છે. ગોધરામાં આસપાસના ગામડાઓમાંથી ગણેશ મુર્તિ લેવા આવતી ભીડ ઓછી દેખવા મળી હતી. આ વર્ષે શહેરમાં મોટા પંડાલોમાં મોટા કદની મુર્તિનું સ્થાપન કરીને વિવિધ ઝાખીઓ શહેરીજનોને દેખવા નહિ મળે. પણ શહેરની નાની ગલીઓમાં ગણેશ સ્થાપના કરીને ગણેશ ઉત્સવ ઉજવાશે. ગોધરા સહીત જિલ્લામાં આન બાન શાનથી ધરે ધરે ગણેશજીની સ્થાપના કરીને તહેવારની ઉજવણી કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.