નિર્ણય:ગોધરામાં આન બાન શાન સાથે નીકળતી ગણેશ વિસર્જન યાત્રા રદ : ઘરે ઘરે જ વિસર્જન કરાશે

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મલેકપુરમાં ગણેશભક્ત દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવી સ્થાપના કરી હતી. પાંચ દિવસ પુજા અર્ચના કર્યા બાદ બુધવારે  પ્લાસ્ટિકના ટબની અંદર આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું  હતુ - Divya Bhaskar
મલેકપુરમાં ગણેશભક્ત દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવી સ્થાપના કરી હતી. પાંચ દિવસ પુજા અર્ચના કર્યા બાદ બુધવારે  પ્લાસ્ટિકના ટબની અંદર આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું  હતુ
  • ઇતિહાસમાં આજે પ્રથમ વખત શોભાયાત્રા નીકળશે નહીં, તળાવ ફરતે બંદોબસ્ત ગોઠવાશે

ગોધરાની ઓળખ એવા ગણેશ વિસર્જન શોભાયાત્રા કોરોનાને કારણે ફીકો રહ્યો હતો. આ વર્ષે શ્રીજીની સ્થાપના ઘરે ઘરે થઇ હતી. ગોધરામાં 5 દિવસની આતિથ્ય માણીને આજે ગણેશ ભગવાનનુ ઘરે જ વિસર્જન થશે. નાના ભુલકા અને યુવાનો દર વર્ષે ડી.જે અને ઢોલ નગારાના તાલે પારંપારીક રૂટ પરથી રામસાગરમાં શ્રીજીનું વિસર્જન થતું હતું. પણ કોરોનાને લીધે આ વર્ષે ગણેશજી ભક્તોના ઘરે ઘરે મહેમાનગતિ માણી હતી. ગોધરામાં 500થી વધુ લોકોના ધરોમાં આતિથ્ય માણી આજે ગણેશ મુર્તિનું વિસર્જન થશે. આજે ગણેશ વિસર્જનને લીધે પોલીસ શહેરના તળાવ પર પુરતો બદોબસ્ત ગોઠવી દેશે.

વેજલપુરમાં શુક્રવારે ગણેશ વિસર્જન શોભાયાત્રા યોજાશે નહિ
વેજલપુર સાર્વજનીક ગણેશ મંડળ દ્વારા કોરો મહામારીને કારણે વિસર્જન યાત્રા કાઢવામાં આવશે નહિ અને રામજી મંદીર ખાતે ગણેશ વિસર્જન કરશે. જથી શ્રીજીની ધરે ધરે થતી પધરામણી થઇ શકશે નહિ.

વિજય મુહૂર્તમાં પુજા થશે
ગોધરાના સાર્વજનિક ગણેશોત્સવ સમીતી, શ્રી વિશ્વાકર્મા ચોકના ગણેશ સ્થાપના વિશ્વાકર્મા મંદિરમાં કરી જે દર વર્ષે ગણેશ વિસર્જન યાત્રામાં પ્રથમ મૂર્તી વિશ્વકર્મા ચોકની નિકળ્યા બાદ ગોધરાની મુર્તિઓ સાથે જોડાય છે. પણ આ વર્ષે સાર્વજનીક સમિતિના ગણેશજીની વિસર્જન પુજા વિજય મર્હુત 12.39 વાગે કરીને સાંજે સુર્યાસ્ત પહેલા 5.30 ગણેશ વિસર્જન મંદીર ખાતે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...