તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:ગજાપુરના ખેડૂતની રાસાયણિક ખાતર કે દવાના ઉપયોગ વગર પ્રાકૃતિક ખેતી

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગજાપુરના ખેડુતે અાત્મા પ્રોજેક્ટની તાલીમ મેળવી જીવામૃત, બીજામૃત, ઘન જિવામૃત, બ્રમ્હાસ્ત્ર, વગેરેની જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી કરી - Divya Bhaskar
ગજાપુરના ખેડુતે અાત્મા પ્રોજેક્ટની તાલીમ મેળવી જીવામૃત, બીજામૃત, ઘન જિવામૃત, બ્રમ્હાસ્ત્ર, વગેરેની જાણકારી મેળવી પ્રાકૃતિક ખેતી કરી
  • આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, બ્રમ્હાસ્ત્ર વગેરેની જાણકારી મેળવી
  • નવું-નવું જાણવા માટે ખેતીવાડી શાખા - આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કર્યો

ઘોઘંબાના ગજાપુર ગામના સોલંકી મહેન્દ્રસિંહ મહોબતસિંહ છેલ્લા ૨૦ વર્ષથી ખેતી સાથે સંકળાયેલ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા વપરાશના સમયમાં પ્રાકૃતિક ખેતી કરી આદિવાસી વિસ્તારના ખેડુતોને એક નવો રાહ ચીંધી પ્રોત્સાહિત કર્યા છે. યુવાન અને અતિ ઉત્સાહી એવા આ ખેડુતે ખેતીમાં કઇક નવુ કરીને અલગ કરવાની હોંશ હતી. આજ કારણે ખેતીમાં નવુ-નવુ જાણવા માટે સોશિયલ મીડિયામાંથી શીખવા સાથે ખેતીવાડી શાખા તેમજ આત્મા પ્રોજેક્ટનો સંર્પક કર્યો એમાં તેમણે જાણ્યું કે આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ ખેડુતલક્ષી વિવિધ તાલિમો, શિબિરો અને આધુનીક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. અને ખેડુત તાલીમ કેન્દ્ર, ગોધરા ખાતે આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કરીને સુભાષ પાલેકરને મળી પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટની ખેતી અંગેની માહિતિ મેળવી.

આત્મા દ્વારા નિવાસી તાલીમમાં ભાગ લઇને સાત દિવસ સુધી તાલીમ મેળવીને જીવામૃત, બીજામૃત, ઘન જિવામૃત, બ્રમ્હાસ્ત્ર, વગેરેની જાણકારી મેળવી. તથા જાણ્યુ કે એક દેશી ગાય દ્વારા આશરે ૩૦ એકરમાં રાસાયણીક ખાતર કે દવાના ઉપયોગ વગર ખેતી કરી શકાય છે. અને આજ વાતની મનમાં ગાંઠ વાળીને દેશી ગાય આધારીત ખેતી કરવાનું શરૂ કર્યુ. અઠવાડીયામાં દેશી ગાયની ખરીદી કરી. એજ વર્ષે એમણે ટામેટાને બિજામૃતનો પટ આપીને જાતે ધરુ બનાવીને વાવેતર કર્યુ. જીવામૃતનો છાંટકાવ કરીને સારૂ એવુ ઉત્પાદન મેળવ્યુ. બીજામૃત વાપરીને ફુગ જન્ય રોગો, અને ઉધઇ અને અન્ય મુળજ્ન્ય રોગોમાંથી છુટકારો મળ્યો.

ગજાપુરના ખેડૂતની રાસાયણિક ખાતર કે દવાના ઉપયોગ વગર પ્રાકૃતિક ખેતી
ગજાપુરના ખેડૂતની રાસાયણિક ખાતર કે દવાના ઉપયોગ વગર પ્રાકૃતિક ખેતી

જિવામૃતથી ઉત્પાદન અને ગુણવત્તા વધી અને ટામેટાનો બગાડ ઓછો થયો. કિટનાશક માટે બ્રમાસ્ત્ર અને અગ્નીસ્ત્રનો ઉપયોગ સફળ રહ્યો. એમના જણાવ્યા મુજબ રાસયણીક ખાતરો અને બજારૂ દવાનો ઉપયોગ કર્યા વગર પણ પ્રાકૃતિક ખેતી કરીને પણ સારો નફો મળે છે. આત્મા પ્રોજેક્ટ દ્રારાસરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ લઇને ગાય નિભાવ ખર્ચ મેળવીને પ્રાકૃતિક ખેતીને સફળ બનાવી. તેઓ જણાવે છે કે એમને સરકાર તરફથી વર્ષે ૧૦,૮૦૦/- જેટલી નિભાવ રકમ તેમજ જિવામૃત અને અન્ય બનાવટો માટે કિટ પણ મળી છે.

આ ઉપરાંત એમણે મિક્ષ ક્રોપિંગ પધ્ધતીથી કેળાની ખેતીમાં હજારી ગલગોટાનું વાવેતર કરી દીવાળીના સમયે રૂા.50,000ના ફુલોનું વેચાણ કર્યુ અને ટામેટાની ખેતીથી એકરે રૂા. 1 લાખ લાખ ઉપરાંતની આવક થઇ.હાલ એમણે મકાઇનુ વાવેતર પણ બિજામૃત, જિવામૃત વગેરે થી ખેતી કરી. પાકમા આવતી FAW એટલે કે પુછડે ચાર ટપકા વાળી જિવાતનું પણ દશ્પર્ણી અર્ક બનાવીને નિયંત્રણ કર્યુ.

તેમના સફળ પ્રયોગોએ સાબિત કર્યું કે પાકમાં બિજામૃત, જિવામૃત અને દશ્પર્ણી અર્ક જેવા પ્રાકૃતીક સંશાધનો વાપરવાથી એની ગંધના લીધે ભુંડ કે રોઝ જેવા જંગલી જાનવરો પાકને નુકશાન કરતા નથી. એટલે એક સામાન્ય પધ્ધતીથી ફેન્સિંગ કે અન્ય મોંઘી દવાનો ખર્ચ બચી જાય છે. મહેન્દ્રસિંહ એ સિધ્ધ કર્યુ છે કે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડુત સમૃદ્ધ તો થશે જ પણ એના થકી એમની જમીન પણ ફળદ્રુપ બનશે. ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી મોટા પાયે કરીને ખર્ચ બચાવીને નફો રળી શકે એ માટે આ ખેતી પદ્ધતિ અપનાવવા તેઓ સાથી ખેડૂતોને અનુરોધ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો