તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:ગોધરા નગરના સ્મશાનમાં 35 દિવસમાં 27 કોરોનાગ્રસ્તોની પ્રોટોકોલ મુજબ અંતિમક્રિયા, સરકારી ચોપડે મૃતક માત્ર 12!

ગોધરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 માર્ચથી 5 એપ્રિલનો સર્વે : સરકારી ચોપડે કોવિડથી 1 અને નોનકોવિડથી 11ના મોત, લોકોના ભરોસા સાથે ખિલવાડ
 • ગોધરાના કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પામવાના દરમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો હવે ચેતે

ગોધરા સિવિલ હોસ્પિટલની કોવિડ સેન્ટરમાં હાલ કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે. બીજા રાઉન્ડમાં કોરોના ઘાતક બનતાં ગોધરાના કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર દરમિયાન મૃત્યુ પામવાનો દરમાં અચાનક વધારો થયો છે. કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓના મોતનો આંકડો વધતાં ગોધરા સિવિલના સત્તાધીશોએ હાથ હેઠે મૂકી દીધા હોય તેમ લાગી રહ્યું છે.

કોવિડ સેન્ટરમાં આવેલા કોરોના દર્દીઓ મૃત્યુ પામે બાદ તેઓને કોરોનાની ગાઇડલાઇન મુજબ ગોધરાના એકમાત્ર બહારપુરાના સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવે છે. આ કોરોના મૃતકોની અંતિમવિધિ મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગોધરા સ્મશાનના ચોપડે 1 માર્ચથી 5 એપ્રિલ સુધી કોરોનાની ગાઇડલાઇન મુજબ કુલ 27 કોરોના મૃતક દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી છે. જ્યારે સરકારી ચોપડે ફક્ત કોવિડથી 1 અને નોન કોવિડથી 11 મળીને કુલ 12 કોરોના દર્દીઓનાે મૃત્યુઆંક બતાવ્યો છે. ત્યારે કોવિડ સેન્ટરના સરકારી આંકડા કરતાં ડબલ કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે.

ગોધરા કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓનો આંક વધવા છતાં જિલ્લા વહીવટી તંત્ર મૃત્યુઆંક અને ગોધરા શહેરમાં વકરેલો કોરોનાને કાબૂમાં લાવવાને બદલે મોરવા(હ)ની ચૂંટણીમાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે. આ અગાઉ જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં કોરોનાના ફક્ત 4 દર્દીઓના મૃત્યુ થયા હતા જ્યારે માર્ચ માસમાં કોરોના ઘાતક બનતાં 5 એપ્રિલ સુધી 27 દર્દીઓના મોત સ્મશાનના ચોપડે નોંધાયેલા છે.

કોરોનાના લક્ષણ હોવા છતાં દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવતાં ન હોવાથી પરિસ્થિતિ ગંભીર બની
ગોધરાના કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓનો મૃત્યુઆંક વધતાં તંત્ર જણાવે છે કે મૃત્યુઆંક વધવાનું મુખ્ય કારણ એ છે કે કોરોના લક્ષણ હોવા છતાં દર્દીઓ કોરોનાનો ટેસ્ટ કરાવતાં નથી અને ખાનગી સારવાર કરે છે. જ્યારે ગંભીર પરિસ્થિતિ બને ત્યારે તેઓ કોવિડમાં સારવાર લેવા દાખલ થયા છે ત્યાં સુધી કોરોના દર્દીઓની હાલત ગંભીર બની ગઇ હોવાથી તેઓના મૃત્યુ થયા છે. પરંતુ જે રીતે કોરોના દર્દીઓ મૃત્યઆંક વધી રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રના ભરોસે રહ્યા વગર જિલ્લાવાસીઓએ ફરજિયાત માસ્ક પહેરીને કોરોનાથી બચી શકાય તેમ છે.

ગોધરા સ્મશાન તથા કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરાઇ
ગોધરાના સ્મશાનમાં મુસ્લિમ યુવાનો દ્વારા જાન્યુઆરીમાં 3, ફેબ્રુઆરીમાં 1, માર્ચમાં 19 અને 5મી એપ્રિલ સુધી 8 કોરોના મૃત દર્દીઓની કોરોનાની ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમજ ગોધરાના કબ્રસ્તાનમાં પણ 3 જેટલા કોરોના મૃતકોની કોરોનાની ગાઇડલાઇન મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ, સેશન જજ સહિતના કોરોના દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો