તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોધરામાંથી નોકરીની લાલચ આપીને ઠગાઇ કરતો ઉપ્રનો ભેજાબાજ ઝડપાયો

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ જીઅો 4જી ટાવર કંપનીમાં રોજગારી આપવાની ખોટી જાહેરાત કરતો હતો
  • દાહોદના 7 પાસેથી અોનલાઇન નાણાં લઇને છેતરપિંડી કરી હતી, મોબાઇલ નંબરના આધારે પકડાયો

રિલાયન્સ 4જી ટાવર કંપનીની નોકરીની જાહેરાત જોઇને નોકરીવાંછુઓ જાહેરાતના નંબર પર કોલ કરતા હતા. સામે નોકરી રાખનાર ફોન કરનારને નોકરીની લાલચ આપીને ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવીને ઠગાઇ કરતાં દાહોદ અને સંજેલી તા.માં 7 છોકરી છોકરાઓ પાસેથી નાણાં લઇને છેતરપિંડી કરતાં ફરિયાદ નોધાઇ હતી. ઠગ પંચમહાલમાં ઠગાઇ કરવા રિલાયન્સ 4જી ટાવર કંપની જાહેરાતના ટેમ્પલેટ છપાવીને દીવાલો અને થાંભલા પર ચોડાવી દેતો હતો. જેથી લોકો નોકરીની લાલચમાં આવે અને તેઓ પાસેથી નાણાંની ઠગાઇ કરી શકે.

પરંતુ ઠગાઇની જાણ પંચમહાલ પોલીસને થતાં પોલીસે જાહેરાતમાં છપાયેલા નંબરનો ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતાં ભેજાબાજ ગોધરા લાલબાગ બસ્ટેન્ડ પાસે હોવાનું અને જાહેર સ્થળોએ ખોટી પત્રિકા ચોટાડતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વોચ ગોઠવીને કાનપુરના અંશકુમાર રાકેશ તિવારીને પંચમહાલમાં ઠગાઇ કરતાં પહેલાં દબોચી લીધો હતો. તેની પાસેથી રૂા.26340નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

છપાવેલી 3500 જેટલી ખોટી પત્રિકા પકડાઇ
પોલીસે પકડાયેલા અંશકુમાર રાકેશ તિવારી પાસેથી નોકરી આપવાના બહાને છપાવેલી ખોટી 3500 પત્રિકાઓ, રોકડા રૂા.20200, 3 નંગ મોબાઇલ, ફેવીકોલના બોકસ નંગ 4, આધારા કાર્ડ -1, યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનું ડેબિટ કાર્ડ નં-1 તથા પેટીએમ પેમેન્ટ બેંકનું કાર્ડ નંગ-1 મળી આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં 7 સામે ઠગાઇ કરી હતી
ઉ.પ્ર.નો અંશ તિવારી નોકરીવાંછુઓને ફોન પર કે વોટ્સએપ પર મેસેજ કરીને નોકરીની લાલચ આપતો હતો. બાદમાં તેઓ પાસેથી પતાના પેટીએમ, ફોન-પેના એકાઉન્ટમાં નોકરી આપવાના બહાને પૈસા જમા કરાવતો હતો. આવી ઠગાઇ કરતાં અંશ તિવારી સામે દાહોદ જિલ્લાંમાં ગુના નોધાયા છે.

અન્ય સમાચારો પણ છે...