કામગીરી:ગોધરા સ્થિત શ્રીનાથ હોટલમાંથી ઘરેલુ ગેસના ચાર બોટલ ઝડપાયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની સીએન ગેસ એજન્સીમાં તપાસ. - Divya Bhaskar
ગોધરાની સીએન ગેસ એજન્સીમાં તપાસ.
  • શહેરા મામલતદારેે ઝડપી પાડી સીઝ કર્યા, સીએન ગેસ એજન્સીમાં ક્ષતિઓ જણાઇ

પંચમહાલ જિલ્લામાં અાવેલી ગેસ અેજન્સીઅોની તપાસ કરવા માટે ખાસ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં અાવી હતી. ગોધરાની સીઅેન ગેસ અેજન્સીમાં શહેરા તાલુકાના મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા કરવામાં અાવી હતી. શહેરા મામલતદાર અને તેમની ટીમે ગોધરાની સીએન ગેસ એજન્સીના ગોડાઉન અને ગ્રાહકોને જે વાહનો મારફતે ડિલિવરી કરવામાં આવે છે. જેની પણ આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. દરમ્યાન એજન્સી સંચાલકની કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી. જે અંગેનો અહેવાલ તૈયાર કરી જીલ્લા પુરવઠા અધિકારીને મોકલવામા આવ્યો છે.

તપાસ સમયે હોમ ડીલેવરી કરતાં એક વાહનની મામલતદારની તપાસ દરમ્યાન ગાડીમાં ઘરેલુ વપરાશ રાંધણ ગેસના 31 બોટલમાંથી 1 ગેસનો બોટલ ઓછો મળી આવ્યો હતો. જે અંગે ડિલિવરી બોયને પૂછતાં તેણે લીકેજ હોવાથી ગોધરા બસ સ્ટેન્ડ નજીક આવેલી હોટેલ શ્રીનાથમાં આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી મામલતદારે હોટેલ શ્રીનાથમાં તપાસ કરતાં ગેસનો બોટલ મળી આવ્યો હતો. અને જેનો કોમર્શિયલ ઉપયોગમાં લેવાતો હોવાનું જણાઇ આવ્યું હતું. આ ઉપરાંત વધુ તપાસ કરતાં હોટલમાંથી વધુ ત્રણ ઘરેલુ વપરાશ માટેના ગેસના બોટલ મળી આવ્યા હતા.

આમ ઘરેલુ વપરાશ રાંધણ ગેસના બોટલનો ગેર કાયદેસર રીતે વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવતું હોવાનું જણાઇ આવતાં મામલતદારે 4 ગેસના બોટલ હોટેલમાં સિઝ કરી વધુ કાર્યવાહી માટે જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કર્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે ઘરેલું ગેશ વપરાશ માટે આપવામા આવતા ગેસના બોટલો હોટલ શ્રીનાથમાંથી મળી આવ્યા તે કોની રહેમ નઝર હેઠળ ઘરેલુ ગેસ કોમર્શિયલમાં વાપરવામા આવતા હશે. આજ પ્રકારે અન્ય હોટલોમાં પણ ઘરેલુ ગેસના બોટલ વાપરવામાં આવતા હશે કે શુ આ અંગે જિલ્લા પુરવઠા કલેક્ટર હોટલો તપાસ માટેની ટીમો બનાવે તો અન્ય કેટલીક હોટલોમાંથી ઘરેલું ગેસના બોટલ મળી આવે તેવી શક્યતાઓ જણાઇ રહી છે.

ગોધરામાં શ્રીનાથ હોટલમાંથી બોટલ ઝડપાયા.
ગોધરામાં શ્રીનાથ હોટલમાંથી બોટલ ઝડપાયા.

એજન્સીમાં વજનકાંટા સહિત અનેક ક્ષતિઓ જોવા મળી
સી અેન ગેસ અેજન્સીમાં મામલતદાર તથા તેમની ટીમ દ્વારા તપાસ કરતાં અેજન્સીના ગોડાઉનમાં સ્ટોક પત્રક અને હાજર સ્ટોકમાં બોટલની સંખ્યા અલગ જોવા મળી હતી. અેજન્સીની ખાતે ફરીયાદ પેટી રાખવમાં અાવી ન હતી. જે ગ્રાહકોને ડીલીવરી અાપવાની હોય તેનું લીસ્ટ ડીલીવરી મેન પાસે ન હતું. સી.અેન ગેસ અેજન્સી ખાતે વજનકાંટો રાખવમાં અાવેલું નથી. જેવી અનેક ક્ષતિઅો ગેસ અેજન્સી ખાતે મળી અાવતાં મામલતદારે જિલ્લા પુરવઠા અધીકારીને રીપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...