તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના પૂર્વ MPનો પૌત્ર બુટલેગર બન્યો:પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહનો પૌત્ર 14.66 લાખના દારૂ સાથે પકડાયો; ​​​​​​​ટેમ્પો સહિત કુલ 17.16 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોધરા21 દિવસ પહેલા
વેજલપુર પોલીસે ભાદરોલી ખુર્દથી દારૂના જથ્થા સાથે 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • વેજલપુર પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો

પંચમહાલ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત વેજલપુર પોલીસ સ્ટેશનના PSI આર ડી ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેલોલ ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ તથા રામપુર જોડકા ગામના રમેશભાઇ ધનાભાઇ વણકર ભેગા મળી ભાદરોલી ખુદના વાંસ ડુંગરી ફળીયામા રોડની બાજુમાં આવેલ ઈટોના ભઠા નજીક આવેલ મકાભાઈના ખેતરમાં ટેમ્પામાં ઈગ્લીશ દારૂનો જથ્થો લાવી કટીંગ કરે છે.

રોયલ બ્લ્યુની 14544 બોટલ ઝડપાઈ
તેવી બાતમી આધારે PSI તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા એક ટાટા કંપનીના ટેમ્પામાં ટ્યુબર્ગ સુપર સ્ટ્રોંગ બીયરની બોટલ નંગ 1584 જેની કિંમત રૂા.158400, ટેમ્પાની નજીકથી ઈગ્લીશ દારૂની રોયલ બ્લ્યુની બોટલ નંગ 14544 જેની કિંમત રૂા. 1236240 તથા મેક્કોલ્સ વ્હીસ્કીની બોટલ નંગ 720 જેની કિંમત રૂા.75000 મળી કુલ રૂા.1466640નો પ્રોહી મુદ્દામાલ તેમજ એક ટાટા ટેમ્પો જેની કિંમત રૂા.250000 તથા રૂા.1466640નો પ્રોહી મુદ્દામાલ મળી કુલ રૂા.1716640ના મુદ્દામાલ સાથે પંચમહાલ માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પૌત્ર દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ રહે.મહેલોલની મુવાડીનો ઝડપાઇ ગયો હતો. તથા નાસી છુટેલ રમેશભાઇ ધનાભાઇ વણકર તથા બીજા ઈસમો વિરુધ્ધ વેજલપુર પો.સ્ટે.માં પ્રોહી.નો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

2015માં પણ પ્રભાતસિંહના બે પૌત્ર દારૂ સાથે ઝડપાયા હતા
આ પહેલા વર્ષ 2015માં ગોધરાના મેહલોલથી ગોધરા એલસીબી અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી પંચમહાલના તત્કાલિન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના બે પૌત્રોનો ચાર વાહનોમાં લાવવામાં આવેલ 48 લાખનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂ ભરેલ ચાર વાહનો સહિત સ્થળ પરથી મળી આવેલ બે બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદે દારૂના જથ્થાની હેરફેર બાબતે પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના બે પૌત્રો ધવલ પ્રવીણસિંહ ચૌહાણ, તેમજ સુનીલ ઉર્ફે પપ્પુ પ્રવીણસિંહ ચૌહાણ સહીત સાત ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.