પંચમહાલ જિલ્લામાં શાળઅે જતી કે અન્ય જગ્યાઅે છેડતી કરનાર રોમીયોને પકડવા પોલીસ વિભાગે મહિલા કર્મીઅોની SHE teamની રચના કરી છે. અા શી ટીમ જિલ્લામાં મહીલાઅોને લગતી કામગીરી કરીને અાર્શીવાદરૂપ બની છે.
જિલ્લાના તમામ પોલીસ મથકે શી ટીમની રચના કરવામાં અાવી છે. શી ટીમ દ્વારા મહીલાઅોની સુરક્ષાને લગતી કામગીરી સમજાવવા કંપનીઅો તેમજ નારી કેન્દ્ર, તથા સામાજીક દુષણ અટકાવવા લોક જાગૃતિ લાવવા સમજ અાપે છે. શી ટીમ દ્વારા વેજલપુરના સુરેલી રોડ પર યુવતીની છેડતી કરનાર બે રોમીયોને પકડીને તેઅોની વિરુદ્ધ ફરીયાદ નોધાવી, પાવાગઢ ખાતે વિખુટા પડેલા બાળકોને માતાપિતા સાથે મિલાપ કરાવ્યો.
જિલ્લામાં અેકલી રહેતી સિનીયર સીટીઝનના ઘરે જઇને શી ટીમે કોઇ પણ તકલીફ હોય તો તેઅોને પોલીસને જાણ કરવા અને કેવી રીતે 108ને કોલ કરવાની સમજ અાપી હતી. જિલ્લામાં શી ટીમ દ્વારા અવાવરૂ જગ્યાઅો પર સીવીલ ડ્રેસમાં પેટ્રોલીંગ પણ કરે છે. તેમજ શી ટીમે નાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિષે જાણકારી અાપી હતી. વંદેલી ગામે દારૂનો ધંધો કરતી મહીલા બુટલેગરને પોલીસ મથકે બોલાવીને તેનું કાઉન્સીંલીગ કરીને દારૂનો ધંધો છોડાવીને ગુહ ઉધોગ તથા અન્ય વ્યવસાય કરવા તરફ વાળી હતી. અામ જિલ્લાની શી ટીમ મહિલાઅો માટેની કામગીરી કરીને અાર્શીવાદ રૂપ બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.