તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા પાલિકામાં હાઇ વોલ્ટેજ ડ્રામા:ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર અપક્ષનું બોર્ડ હોવા છતાં તમામ સમિતિ ભાજપે આંચકી લીધી

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સત્તાધારી પક્ષની ગેરહાજરીમાં સામાન્ય સભા યોજાઇ - Divya Bhaskar
સત્તાધારી પક્ષની ગેરહાજરીમાં સામાન્ય સભા યોજાઇ
  • પાલિકા પ્રમુખે સામાન્યસભા રદ કરવાની જાહેરાત કરવા છતાં બોર્ડ ચાલ્યું : સરદારનગર ખંડ ખાતે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ભાજપની કમિટીઓ રચાઇ ગઇ
  • વિપક્ષે બોર્ડ ચાલુ રાખવા અરજી કરી, બોર્ડ ચાલતાં સમિતિઓ ભાજપની બની, અમારી બહુમતી હોવા છતાં બોર્ડ ચલાવી લોકશાહીનું ખંડન થયું : પ્રમુખ
  • પ્રમુખના આક્ષેપ બાદ ચીફ ઓફિસરની કામગીરી શંકાના દાયરામાં, અપક્ષના સભ્યોને પોતાની તરફ કરી ભાજપે સમગ્ર ખેલ પાડી દીધો

એક તરફ સત્તા બચાવવા અને બીજી તરફ સત્તા આંચકવા ગોધરા નગર પાલિકાની સામાન્ય સભામાં અપક્ષ અને વિપક્ષ (ભાજપ) વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. ગોધરાના ઇતિહાસમાં પહેલી વખત પાલિકા પ્રમુખ અપક્ષનો અને તમામ સમીતિઅો વિપક્ષના કબજે અાવી હોય તેવો બનાવ બન્યો છે. અપક્ષ અને અેઅાઇઅેઅાઇઅેમના સહયોગથી અપક્ષના સંજય સોનીઅે પાલિકાની સત્તા હાસિલ કરી શુક્રવારે સામાન્ય સભાની જાહેરાત કરી હતી.

જો કે ભાજપે અપક્ષના 3 સભ્યોને પોતાની બાજુ કર્યા હોવાની જાણ પાલિકા પ્રમુખને થતાં પ્રમુખે દિલીપકુમારના અવસાનના શોકને લઇને સામાન્ય સભા મુલત્વી રાખવાની નોટીસ પાલિકા પર ચોટાડી હતી. જયારે વિપક્ષે સામાન્ય સભા ચાલુ રાખવા અને પોતાની પાસે બહુમતી હોવાની અરજી પ્રાદેશીક કમીશ્નરે મોકલી હતી. શુક્રવારે સામાન્ય સભા ચાલુ રહેશે કે મુલત્વી તેની સત્તાવાર જાહેરાત પાલિકા તરફથી કરાઇ ન હતી.

બપોરે 2.30 કલાક પાલિકાના અધીકારીઅો સરદાર નગર ખંડ પર પહોચતા પાલિકા પ્રમુખે બોર્ડ મુલત્વી રાખ્યું હોવાનું કહી ખંડના દરવાજાને તાળું મારીને ચાવી પોતાની સાથે લઇને ગયા હતા. જ્યારે 3 વાગ્યે ભાજપના અને અન્ય સભ્યોએ ખંડમાં પ્રવેશી બોર્ડ ચાલુ કરવાના સુત્રચારો કર્યા હતા. થોડીવારમાં પાલિકાના ચીફ અોફિસર અાવતાં તેમણે બોર્ડની પ્રક્રીયા ચાલુ કરી હતી. જેમાં સત્તાધારી અને અેઅાઇઅેઅાઇઅેમના સભ્યો સભાખંડમાં હાજર ન હતા. ચીફઅોફિસરે બોર્ડમાં વિવિધ સમીતિઅોના મુદ્દાને લઇને સમીતીઅોની રચનાઅોની પ્રક્રીયા શરૂ કરી હતી.

બોર્ડમાં ભાજપના સભ્યો હાજર હોવાથી વિવિધ સમીતિઅોના ચેરમેન પદે ભાજપના સભ્યોની વરણી બહુમતીથી કરવામાં અાવી હતી. અામ સમગ્ર નાટકીય પ્રક્રીયામાં ગોધરા નગર પાલિકાના અપક્ષ પ્રમુખની સામે વિપક્ષ ભાજપે તમામ 19 સમીતિઅો કબજે કરીને ભાજપે હસ્તક કરી હતી. નગરપાલિકાના ચીફ અોફિસરની કામગીરી શંકાના દાયરામાં ગોધરા નગર પાલિકાના ચીફ અોફિસરની કામગીરી શંકાના દાયરામાં અાવી હોય તેમ લાગી રહ્યું છે.

ગુરુવારે શાશક પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખે દિલીપકુમારના અવસાનને લઇને શુક્રવારની સામાન્ય સભા રદ કરવની અરજી ચીફ અોફિસરને અાપી હતી અને અરજી ચીફઅોફિસરની અોફિસની બહાર ચોટાડી દીધી હતી. જયારે વિપક્ષ ભાજપે સામન્ય સભા ચાલુ રાખવાની અરજી અાપી હતી. ત્યારે ચીફ અોફિસરે અાવી કોઇ અરજી મને મળી નથી તેમ જણાવીને સત્તા પક્ષના દબાણમાં શુક્રવારની બોર્ડ ચાલુ રાખ્યું હોવાનો અાક્ષેપ પ્રમુખે કર્યો હતો.

બોર્ડને લઇને પાલિકાના અધીકારીઅો અસમંજસમાં મુકાઇ ગયા હતા. અધીકારીઅો ચીફઅોફિસરને ફોન કરતાં ચીફઅોફિસર કોઇનો ફોન ઉઠાવતા ન હોવાથી તેઅોની કામગીરી શંકના દાયરામાં અાવી હોય તેમ લાગી રહ્યું હતું.

ચીફ અોફીસરે અેકપણ કોલ પ્રમુખનો ઉઠાવ્યો ન હતો
પાલિકા પ્રમુખ સંજય સોનીઅે પોતાની પાસે 23 સભ્યોની બહુમતી હોવાનો દાવો કરીને તમામના ટેકાની સહિઅો કરાવીને તે કાગળને પાલિકામાં ઇન્વર્ટ કર્યો હતો. પણ પાલિકાના ચીફ અોફીસર શુક્રવારની સામાન્ય સભાના સુઘી કચેરીમાં હાજર રહ્યા ન હતા. અને પાલીકા પ્રમુખે ચીફઅોફીસરને મોબાઇલ પર અનેક કોલ કરવા છતાં ચીફ અોફીસરે અેકપણ કોલ પ્રમુખનો ઉઠાવ્યો ન હતો. તેમજ પાલિકાના અધીકારીઅોના પણ કોલ ચીફઅોફીસર રીસીવ ન કરતા હોવાનું પાલિકા અધીકારીઅે જણાવ્યું હતુ.સામાન્ય સભાને મુલત્વી કે ચાલુ રહેશે કે નહિ તેની જાણ ન થતાં અધિકારીઅો પણ સરદાર નગર ખંડ ખાતે પહોચીં ગયા હતા. જેને અધીકારીઅો પણ સભાને લઇને અસમંજસમાં મુકાઇ ગયા હતા.

અમારા અધિકારીનો ફોન અાવ્યો હતો
નગર પાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમીતિના ચેરમેનની નિમણુંક કરવામાં અાવી છે. અા સભામાં હાજર સભ્યોઅે ફોરમ રજુ કરીને જયેશ ચાેહાણને અધ્યક્ષ તરીકે ચુંટયા હતા. અને જયેશ ચાેહાણે પ્રમુખનો સભા મુલત્વી રાખવાનો લેટરને ના મંજુર કર્યો હતો. કોઇ પણ લેખીત જાણ મારી પાસે અાવી નથી. અમારા અધીકારી દીક્ષીતનો ફોન અાવ્યો કે અહી સરદાર નગર ખંડ પર સભ્યો અેકઠા થયા છે. જેથી હું ખંડ પર અાવ્યો હતો. અને બોર્ડ ચાલુ થયું હતુ. -સંજય પટેલ, ચીફઅોફિસર

સભા બોલાવવી કે મુલતવી રાખવાની સત્તા પ્રમુખને છે
બોર્ડ મુલત્વી રાખવાની નોટિસ પાલિકા અને સરદાર નગર ખંડ પર ચોટાડી હોલને તાળાં મારવા છતાં ભાજપના સભ્યોઅે તાળાં તોડી બળજબરી બોર્ડ ચલાવ્યું હતું. નિયમ 51(2) મુજબ સભા બોલાવવી કે મુલત્વી રાખવી તે સત્તા પ્રમુખને છે, તેવો કોર્ટનો ચુકાદો અમારી પાસે છે. અમે 23 સભ્યોના સમર્થનવાળો લેટર પાલિકામાં આપ્યો છે. અપક્ષના જે સભ્યો વિપક્ષના સમર્થનમાં હતા તેઓ ખોટી સહિ કરીને સમર્થન અાપ્યું હોવાનુ જણાવી રહ્યા છે. >સંજય સોની, અપક્ષ પાલીકા પ્રમુખ

પ્રમુખે સરદાર નગર ખંડના દરવાજાને તાળુ ંમારી દીધુ
સામાન્યસભા હોવાથી પાલિકાના અધિકારી સરદાર નગર ખંડ પર 2.30 વાગે પહોચ્યા હતા. પ્રમુખે અાવીને સામાન્ય સભા રદ કરવામાં અાવી હોવાનું કહેતાં અધિકારીઅો જતા રહ્યા હતા. પ્રમુખે સરદાર નગર ખંડના દરવાજે તાળા મારી દીધા હતા. ભાજપના સભ્યોએ દરવાજા કેવી રીતે ખોલ્યા તે સવાલ છે. ત્યારે પ્રમુખે દરવાજાનું તાળું તોડી ગેરકાયદે પ્રવેશ થયો હોવાનો અાક્ષપે કરી પોલીસ ફરીયાદ કરવાનું જણાવ્યું છે.

વિપક્ષે સત્તાધારીમાં ચાલતી ખેંચતાણનો લાભ લઇ લીધો
પાલિકાની વિવિધ સમીતીઅો લેવા અપક્ષના સભ્યોમાં ખેચતાણ હતી. જેથી અપક્ષના કેટલાક સભ્યોમાં અસંતોષ હતો. જેનો લાભ ભાજપે લઇ અાવા સભ્યોને પોતાની તરફ ખેંચ્યા હતા અને 3 સભ્યોને 3 દિવસથી અજાણ્યા સ્થળે લઇ ગયા હતા. પ્રમુખને બહુમતી ન હોવાનો અણસાર અાવતાં સભા મુલત્વી રાખવાની અરજી કરી હતી. જો કે હાલ ભાજપનું સાશન હોવાથી પાલીકા પ્રમુખના કાવાદાવા ચાલ્યા ન હતાં.

એકેય અધિકારીએ પ્રમુખનો ફોન ના ઉપાડ્યો
પાલિકા પ્રમુખે અાક્ષપે કર્યા છે કે સતાની રુહે મેં પાલિકાના અધીકારી દીક્ષીતને સભામાં પ્રોસેડીંગ રજુ કરવાનું નથી તેમ કહેતા અધીકારીઅે કહ્યુ કે અમારે તમારુ સાંભળવાનું નથી, અમારા અધીકારી કહેશે તેમ કરીશું. તેનું રેકોર્ડીગ મારી પાસે છે. જેની પર કાર્યવાહી કરીશું. મેં ચીફ અોફિસરથી લઇ તમામ અધીકારીઅોને ફોન કરવા છતાં કોઇઅે ઉઠાવ્યા નથી. કમિશનરે પણ ફોન ઉઠાવ્યો નથી.

સભ્યની દિકરીનો અપહરણનો આક્ષેપ
સામાન્યસભા માટે ભાજપના સભ્યો સાથે અપક્ષના સભ્યોને લઇને ગાડીઅો અાવતાં મહિલા સભ્યનો જમાઇ અને પુત્રીઅે બબાલ કરી હતી. મહીલા સભ્યને લઇને અાવતાં તેમનો જમાઇ ગાડી અાગળ સુઇ ગયો અને અાપેક્ષ કર્યો હતો કે મારી સાસુને 3 દિવસથી અપહરણ કરીને લઇ ગયા છે. જો કે અાખરે મહીલા સભ્ય ખંડમાં જઇ બોર્ડની કાર્યવાહીમાં જોડાઇ હતી. જેમાં ભાજપે બહુમતી હોવાનો દાવો કર્યો હતો. બોર્ડમાં વિવિધ સમીતિઅોની રચનામાં શાશક પક્ષ વગર બહુમતી થતાં તેઅોની તમામ સમીતિઅો બની ગઇ હતી.

આ તમામ કમિટીઓ ચેરમેન ભાજપના
- કારોબારી : રૂપેનભાઈ રમેશચંદ્ર મહેતા. - અમૃત યોજના કમિટી : જીતેન્દ્રકુમાર ધરમદાસ સાવલાણી. - પાણી પુરવઠા ગટર વ્યવસ્થા કમિટી : જયેશકુમાર બાબુભાઇ ચૌહાણ. - દિવાબતી(લાઈટ) કમિટી : ગોવિંદભાઇ કાંતિભાઈ નાયક. - સફાઈ અને આરોગ્ય કમિટી : રાકેશભાઈ સોમાભાઈ રાણા. - જાહેર બાંધકામ કમિટી : ગૌરીબેન અશોકચંદ્ર જોષી. - મહેસુલ કરવેરા કમિટી : વર્ષાબેન નિલેશભાઈ ઠાકર. - ભૂગર્ભ ગટર વ્યવસ્થા કમિટી : કશ્યપ મુરલીધર મુલચંદાણી. - મોટર વહીકલ કમિટી : રમીલાબેન શાંતિલાલ સોલંકી. - ટાઉન પ્લાનિંગ એન્ડ ડેવલોપર્સ કમિટી : નિમ્મી નિરજકુમાર પરીખ. - બગીચા વિકાસ કમિટી : હંસાબેન પ્રેમેન્દ્ર વાઘેલા. - આવાસ યોજના કમિટી : સવિતાબેન ચંદુભાઈ બુઝ. - તળાવ બ્યુટીફીકેશન કમિટી : દીપેશ જગદીશસિંહ ઠાકોર. - મનોરંજન કર ગ્રાન્ટ કમિટી : ઉષ્માબેન ભરતકુમાર પટેલ. - પ્લાનિંગ કમિટી : સુનિલ ખેમચંદ લાલવાણી. - મેલેરિયા સ્કીમ સલાહકાર કમિટી : હંસાબેન પેમેન્દ્ર વાઘેલા. - સાંસ્કૃતિક સલાહકાર કમિટી : દિવાબેન વિઠ્ઠલભાઇ પરમાર. - વ્યવસાય વેરા કમિટી : જયપ્રકાશ ગંગારામ હરવાણી. - નાણાંપંચ કમિટી : ભારતીબેન સતીષકુમાર પટેલ.

અભિનેતાના અવસાનથી રાષ્ટ્રીય શોક જાહેર કરાયો નથી
સરદાર નગર ખંડમાં સામાન્યસભા ચાલુ થતાં પહેલા દિલીપકુમારના અવસાનને લઇને ચર્ચા થઇ હતી. સભામાં બે મીનીટનું મૌન રાખીને દિલીપકુમારના અવસાન થતાં મહારાષ્ટ્રમાં કોઇ શોક પાળ્યો નથી તેમજ અવસાન થતા કોઇ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં અાવ્યો નથી. તેમજ રાષ્ટ્રીય ધ્વજ પર અડઘી કાઠીઅે રાખવમાં અાવ્યો ન હોવાથી ગોધરા નગર પાલીકાની સામાન્ય સભા દિલીપકુમારના અવસાનથી મુલત્વી રાખી શકાય તેમ ન હોવાથી ચીફ અોફીસરે બોર્ડ ચાલુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...