• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • For The First Time In History, All The Pilgrimage To Shreeji's Dispersal In Godhra Today Will Not Go On Its Traditional Route.

પરંપરાનું વિસર્જન:ઇતિહાસમાં પહેલી વખત આજે ગોધરામાં નીકળતી શ્રીજીના વિસર્જનની તમામ યાત્રા તેના પરંપરાગત રૂટ પરથી જશે નહીં

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં ગણેશ વિસર્જનના બંદોબસતને લઇને પોલીસ કર્મીઅોની અેક મીટીંગ યોજાઇ હતી. - Divya Bhaskar
ગોધરામાં ગણેશ વિસર્જનના બંદોબસતને લઇને પોલીસ કર્મીઅોની અેક મીટીંગ યોજાઇ હતી.
  • માત્ર 1 જ સાર્વજનિક શ્રીજીની વિસર્જન યાત્રા વિશ્વકર્મા ચોક, પટેલવાડા, રાની મસ્જિદ, સ્ટેશન રોડ થઇ કૃત્રિમ તળાવ પહોંચશે

ગોધરામાં ગણેશ સ્થાપના કરતાં વિસર્જન યાત્રાનું મહત્વ અનેરૂ છે. અા વિસર્જન યાત્રા પરંપરાગત રૂટ પર કાઢવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. જો કે અા વર્ષે સરકારની ગાઇડ લાઇનને પગલે શ્રીજીની વિસર્જનની યાત્રાનો પરંપરાગત રૂટ ઇતિહાસમાં પહેલી વખત બદલાયો છે. 300થી વઘુ ગણેશમૂર્તીઅોને પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં બનાવેલા 7 કૃત્રિમ તળાવો પૈકી નજીકના જ તળાવમાં વિસર્જિત કરવાની ગાઇડલાઇન હોઇ પરંપરાગત રૂટ પરથી એક માત્ર સાર્વજનિક ગણેશજીની વિસર્જન યાત્રા જ પરંપરાગત રૂટ પરથી જઇ શકશે.

જો કે આ અંગે આખો દિવસ આયોજકો અને તંત્ર વચ્ચે ચર્ચાઓ ચાલી હતી. વિસર્જન કરવા 7 કૃત્રીમ તળાવ બનાવ્યા છે. પણ તમામ ગણેશ મંડળો દ્વારા વર્ષોથી જે રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા નીકળે છે તે રૂટ પર 5 કે 1 વિસર્જન યાત્રા નીકળે તેવી માંગ કરી હતી. જેથી ગોધરા ધારાસભ્ય સહીત ભાજપ અગ્રણીઅોઅે કલેકટર અને પોલીસ વડાને રજુઅાત કરી હતી. જેથી ગોધરા સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિના શ્રીજીની વિસર્જન યાત્રા પરંપરાગત રૂટ પણ જાય તેવી પરવાનગી અપાઇ હતી.

પોલીસવડાઅે જણાવેલ કે 12.39 કલાકના વિજયમર્હુતે શ્રીજી વિસર્જન યાત્રા શરૂ થઇ પરંપરાગત રૂટ પર 1 કલાકમાં ફરીને પૂર્ણ થશે. અા યાત્રા વિશ્વાકર્મા ચોક, પટેલવાડા, રાની મસ્જીદ, સ્ટેશન રોડ થઇને કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે. અામ વર્ષોથી ગણેશ વિસર્જન યાત્રા રૂટ પર અેક તો અેક ગણેશ યાત્રા નિકળતાં તમામ ગણેશ મંડળોમાં ખુશી ફેલાઇ હતી. બુધવારે ગણેશ વિસર્જનને લઇને કાયદો અને વ્યવસ્થા ગોઠવવા 19 અેકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની નિમણુક કરાઇ છે. જેઅો શહેરના વિવિધ વિસ્તારમાં ફરજ બજાવશે.

વિસર્જન યાત્રાને લઇ વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા દ્વારા અાજે ગણેશ વિસર્જનના દિવસે સવારના 8 કલાકથી રાત્રિના 23 કલાક સુધી ગોધરાના હદવિસ્તારમાં નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે. જે અંતર્ગત વડોદરા, દાહોદ તથા અમદાવાદ જિલ્લા તરફથી આવતા તમામ વાહનોના શહેરમાં પ્રવેશ પ્રતિબંધિત રહેશે. ગોધરામાંથી લુણાવાડા તથા અમદાવાદ તરફ જતા વાહનોનું ડાયવર્ઝન તૃપ્તિ હોટેલથી બાયપાસ, પરવડી ચોકડી, પોપટપુરા ઓવરબ્રિજથી રહેશે. એસ.ટી. બસો તથા ગોધરા શહેરના વ્યક્તિઓ તથા અન્ય બહાર ગામથી ગોધરા શહેરમાં આવતા-જતા વ્યક્તિઓના વાહનો કંકુથાંભલા બાયપાસ ચોકડીથી ગોવિંદી ગામ થઈ એફ.સી.આઈ. ગોડાઉન થઈ ભુરાવાવ આવ-જા કરી શકશે. ગોધરા ભુરાવાવથી પોપટપુરા ઓવરબ્રિજ સુધી એસ.ટી. બસો તથા ખાનગી વાહનો જઈ શકશે. પોપટપુરા ઓવરબ્રિજથી ભુરાવાવ તરફના રોડ ઉપર કોઈ પણ વાહન કે એસ.ટી. બસ આવી શકશે નહીં. લાલબાગ બસ સ્ટેન્ડથી રવિ કોર્પોરેશન તરફ જતા નગરપાલિકાના રોડ ઉપર તમામ પ્રકારના ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

3000 કરતાં વધુ પોલીસનો બદોબસ્ત, તમામ યાત્રાઓની વીડિયોગ્રાફી કરાશે
અાજે શ્રીજી વિસર્જન યાત્રાને લઇને 3000 કરતા વઘુ પોલીસ બદોબસ્તમાં ગોઠવવામાં આવશે. સાથે પોલીસ તમામ ગણેશ વિસર્જન યાત્રાની વીડીયોગ્રાફી કરશે. શહેરમાં ગણેશ વિસર્જન માટે 7 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. જયાં મંગળવારથી પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જયારે છેલ્લે પરાપરાગત રૂટ પર અેક ગણેશ વિસર્જન યાત્રા નીકળવાની હોવાથી રાની મસ્જીદથી સ્ટેશન રોડ સુધી પોલીસે ચુસ્ત બદોબસ્ત ગોઠવાની કામગીરી શરૂ કરી હતી. જેને પગલે લોકોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી.

અેક કલાકમાં યાત્રા પૂર્ણ કરી દેવાશે
ગણેશ મંડળોની માંગ કરતાં વર્ષો જુના ગણેશ વિસર્જન યાત્રા રૂટ પર ફક્ત અેક સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળના શ્રીજીની સવારી સરકારની ગાઇડ લાઇન મુજબ નીકળશે. વિજય મર્હુતના સમયે વિસર્જન યાત્રા નીકળીને અેક કલાકમાં વર્ષો જુના રૂટ પર ફરીને કૃત્રીમ તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે.>ડો.લીના પાટીલ, જિલ્લા પોલીસવડા

​​​​​​​મંડળોની માંગ તંત્ર સુધી પહોંચાડી
ગણેશ મંડળોની માંગણી હતી કે વર્ષો જુના રૂટ પર પણ ગણેશ વિસર્જન યાત્રા નીકળે જેથી અમે કલેકટર અને જિલ્લા પોલીસવડાને તમામ મંડળોની લાગણી જણાવતાં વર્ષો જુના સાર્વજનીક ગણેશ મંડળને દર વર્ષે જતી ગણેશ યાત્રાના રૂટ પર વિસર્જન યાત્રા કાઢવાની મંજુરી અાપી છે.> દિલીપ દસાડીયા, શહેર ભાજપ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...