દુર્ઘટના:ગોધરા MGVCL કલેક્શન સેન્ટરમાં આગ, કમ્પ્યૂટર, રેકોર્ડ, ડીપી ખાખ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા વીજ કચેરીના કલેકશન સેન્ટરમાં આગ લાગતાં કમ્પ્યૂટર સહિતનો રેકોર્ડ બળીને ખાખ થઇ ગયો હતો. - Divya Bhaskar
ગોધરા વીજ કચેરીના કલેકશન સેન્ટરમાં આગ લાગતાં કમ્પ્યૂટર સહિતનો રેકોર્ડ બળીને ખાખ થઇ ગયો હતો.
  • વીજ કચેરીમાં ફાયર સિસ્ટમ ન હોવાથી લોકોએ કર્મીઓનો ઘેરાવ કર્યો
  • લોકટોળાં ઉમટ્યાં : સમગ્ર વિસ્તારમાં લાંબો સમય સુધી લાઇટો ડૂલ રહી

ગોધરાના પાવર હાઉસ રોડ પર આવેલ એમજીવીસીએલની કચેરીમાં આવેલ ગ્રામ વિસ્તારના લાઇટ બીલ કલેક્શન સેન્ટરમાં રાતે કોઇ કારણસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગથી કલેક્શન સેન્ટરમાં મુકેલા કોમ્પ્યુટર સહિત રેકોર્ડને બળી ગયા તેમજ સેન્ટરની બહાર મુકેલી ડીપીઓ પણ બળી ગઇ હતી. આગ લાગતાં વિસ્તારની લાઇટો ડૂલ થઇ ગઇ હતી. આગને લઇને આસપાસના લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આગથી સેન્ટરની બહાર મુકેલી ગાડીને લોકો ખસેડીને આગથી બચાવી હતી.

તોય આગથી ગાડીને થોડું નુકસાન થયું હતું. ફાયર ફાઇટરો આવતા સુધીમાં કલેક્શન સેન્ટર બળીને ખાખ થઇ ગયું હતું. પાણીનો મારી ચલાવીને આગને સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. આગને લઇને કચેરીમાં ફાયર સિસ્ટમ ન હોવાથી સ્થાનિકોએ હોબાળો મચાવીને વીજ કર્મીઓનો ધેરાવ કર્યો હતો. વીજ કચેરીમાં ફાયર સિસ્ટમ ન હોવાથી ફાયર વિભાગ કાર્યવાહી કરીને નોટિસ આપશે તેમ ફાયર અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે ભરચક વિસ્તારમાં આવેલી વીજ કચેરીમાં સેન્ટરમાં આગ લાગતાં સ્થાનિકોને પોતાના ઘરોની સુરક્ષાને લઇને વીજ અધિકારીઓને ફાયર સિસ્ટમ લગાવવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...