તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગોધરા પાલિકામાં ઉમેદવારી પરત ખેંચવા બાબતે મારામારી

ગોધરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ઉમેદવારો તથા સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. - Divya Bhaskar
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ઉમેદવારો તથા સમર્થકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી.
 • વોર્ડ 4ના કોંગ્રેસ ઉમેદવાર વોર્ડ 5ના ઉમેદવાર સાથે બાખડ્યાં
 • પોલીસની હાજરીમાં જ મારામારી, મામલો બી ડિવિઝન મથકે

ગોધરા નગર પાલીકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ખેંચવાની પ્રક્રીયા હાથ ધરાઇ રહી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતીમ દિવસે રાજકીય પક્ષોના ટેકેદારો સહિતના લોકોના ટોળાં ઉમટી પડયા હતા. તે દરમ્યાન વોર્ડ 5ના કોગ્રેસના ઉમેદવારે પોતાનુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને અેસડીઅેમ કચેરીની નીચે ઉતરતાં ફોર્મ ખેંચવા બાબતે વોર્ડ નં 4ના કોગ્રેસના ઉમેદવારે બોલાચાલી કરી હતી. જેને લઇને મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વચ્ચે પડતાં મામલો બિચકાતાં અેક જ કોમના બે જુથો વચ્ચે છુટાહાથની મારામારી પોલીસની હાજરીમાં થઇ હતી. કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં મામલો બિચકાતાં વધારાની પોલીસ દોડી અાવી હતી.

મારામારીની વાત ફેલાતા ભાજપ અને કોગ્રેસના અાગેવાનો કલેકટર કચેરી ખાતે દોડી અાવ્યા હતા. મારામારીને લઇને બંને જુથો ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે પહોચ્યું હતું. તે દરમ્યાન બી ડીવિઝન મથકની બહાર પુન: મામલો ઉગ્ર બનતાં મારામારી થતાં પોલીસે ટોળાંઅોને વિખેર્યા હતા. પાલીકાની ચુંટણીના ફોર્મ ખેંચવાની પ્રક્રીયા શાંિત પૂર્ણ ચાલતી હતી તે દરમ્યાન છુટાહાથની મારામારીના બનાવને લઇને પાલિકાની ચૂંટણીના પ્રચારના દિવસોમાં પડધા પડે તેમ લાગી રહ્યું છે. બનાવ અંગે હાલ સુધી કોઇ પોલીસ ફરીયાદ નોધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો