તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:ગોધરામાં વીજપોલ દૂર કર્યા વગર રોડ તૈયાર કરાતાં અકસ્માતનો ભય

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીજ કંપની રસ્તા પરથી વીજ પોલ દૂર કરે ત્યાં સુધી વહીવટી તંત્રે રાહ ન જોઇ
 • બેદરકારી કોની તંત્રની કે કોન્ટ્રાક્ટરની તે એક પ્રશ્ન

ગોધરા શહેરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો કરા રહ્યા છે. જેમા રસ્તાનું નવીનીકરણ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. તો ક્યાક રોડની કામગીરી પુર્ણતાને આરેછે. અમદાવાદથી ગોધરા તરફના રોડનું પણ નવીનીકરણ કરા રહ્યું છે. જેમા રસ્તાો પહોળો કરી રસ્તાની ડીવાયર બનાવી ચાર માર્ગીય રસ્તો બની રહ્યો છે. જેના માટે રસ્તામાં આવેલા વૃક્ષો તથા વિજપોલ દુર કરી કામગીરી કરવાની હોય છે.

પરંતુ મલાઇસમા વૃક્ષોનું કટીંગ કાયું પરંતુ વિજ કંપની દ્વારા વિજ પોલ દુર કરવા સુધીની રાહ ન જોઇ રસ્તો તૈયાર કરી દેવાયો છે. વિજ પોલ દુર થયા વગર કામગીરી કરવામાં કોન્ટ્રાક્ટરને કે તંત્રને કોને ઉતાવળ હતી તે ખબર નહી પરંતુ રસ્તામાં નડતર રૂપ વિજપોલથી અકસ્માતની ભીતી સેવાઇ રહી છે. આ વિજપોલ દ્વારા પાવર સપ્લાય થઇ રહ્યો છે. આ વિજ પોલ સાથે કોઇ વાહન અથડાતા દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે. કોઇ દુર્ધટના થાય તે પહેલા જેતે વિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો