તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયની માંગણી:ગોધરામાં ગાયનેકની હોસ્પિટલના ઉદ્ધાટનમાં પરિવારજનોના દેખાવો

ગોધરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
મૃતક મહીલાના પરીવારે અનોખો દેખાવ કર્યો તે તસવીર. - Divya Bhaskar
મૃતક મહીલાના પરીવારે અનોખો દેખાવ કર્યો તે તસવીર.
 • તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ
 • તબીબ સામે કોઈ કાર્યવાહી ન કરાતા અનોખો દેખાવ કર્યો

ગોધરા શહેરના એક ખાનગી ગાયનેક તબીબની બેદરકારીના કારણે થોડાક સમય અગાઉ બે માસૂમ બાળકોની માતાનું મોત નિપજ્યું હોવાનો મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પીડીત પરિવાજનો અને અન્ય લોકો દ્વારા અગાઉ સરદારનગર ખંડ ખાતે ન્યાય માટે બેનર લઇને દેખાવો કરીને વહીવટી તંત્રને રજુઆતો કરી હતી.

રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં રવિવારના રોજ ગાયનેક તબીબની નવીન હોસ્પીટલનું ઉદધાટન પ્રસંગે મૃતક મહિલાના પરીવારના સભ્યોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બેનરો સાથે લઈ મૃતક મહિલાના બે સંતાનો ઉપરાંત પરીવારજનો હાથમાં બેનર રાખી તબીબ સામે કાર્યવાહીની માંગ કરીને ન્યાયની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો