તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પંચમહાલમાં બાગાયતી પાકની ખેતી પર સહાયની અરજીની મુદત વધારી

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈ-ખેડૂત પોર્ટલ પર સહાય માટે અરજી કરવાની રહેશે
  • અગાઉ 31 મે હતી જે હવે 15 જૂન કરવામાં આવી

પંચમહાલ જિલ્લાના બાગાયત નિયામકના જણાવ્યા અનુસાર જિલ્‍લામાં બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સને 2021-2022ના વર્ષ માટે આઈ-ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ તા.6 માર્ચ 2021થી 31 મે 2021 સુધી અરજી કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જે માટેની સમયમર્યાદા વધારીને હવે તા.15 જૂન 2021 સુધી કરાઇ છે.

બાગાયત ખાતા દ્વારા સા. જાતિ, અનુ.જનજાતિ તથા અનુ. જાતિના તમામ ખેડૂતોને સહાય મેળવવી હોય તો વિવિધ યોજનામાં અરજી કરવા માટે ખુલ્લું મૂકાયું છે. વધુમાં સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ ફુલ અને શાકભાજીના બગાડ અટકાવવા માટે રોડ સાઇડ પથારા વાળા ફેરીયાઓ તેમજ વેપારીઓ વિનામૂલ્યે છત્રી મેળવવાની અંગેની સહાય મેળવવા માંગતા ખેડૂતોએ ગ્રા.પં. ખાતેના ઇ-ગ્રામ સેન્ટર પર વીસીઇ મારફત અથવા નેટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેની નકલ 8-અ, 7/12 (ચાલુ વર્ષની અસલ કોપી), જાતિનો દાખલો, આધારકાર્ડ તથા આધારલીંક બેંક પાસબુકની નકલ સાથે દિન-7માં નાયબ બાગાયત નિયામક કચેરી, ગોધરા પહોંચાડવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...