તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Examination Standing Committee Meeting Was Held By The Collector In Godhra. The Examination Will Be Held From July 15 At 705 Blocks Of 19 Centers

ભાસ્કર વિશેષ:ગોધરામાં પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક કલેક્ટર દ્વારા યોજાઇ તા. 15 જુલાઇથી 19 કેન્દ્રોના 705 બ્લોક ખાતે પરીક્ષા લેવાશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાની સમીક્ષા કરી : 14,865 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે આગામી ૧૫ જુલાઈથી શરૂ થઈ રહેલી ખાનગી, રિપીટર અને આઇસોલેટેડ વિદ્યાર્થીઓ માટેની SSC અને HSCની પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.

કોરોના સંક્રમણ સામે સલામતીની એસઓપીના પાલનમાં કોઈ પણ બાંધછોડ ન થાય તેમ આયોજન કરવા વિશે તેમણે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેના અજ્ઞાનના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ શાંતિથી નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે તેવો માહોલ સર્જવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. ૨૮ જુલાઈ સુધી ચાલનારી આ પરીક્ષાઓ દરમિયાન કેન્દ્રો પર જરૂરી સેવા સુનિશ્ચિત કરવા જિલ્લા સમાહર્તાએ સૂચના આપી હતી.

બેઠક બાદ એક ઓનલાઈન વીસીમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના તમામ જિલ્લાઓને કોરોનાના કપરા સમય બાદ આ પરીક્ષાઓના આયોજનના પડકારરુપ કાર્ય અંગે સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું હતું.

શિક્ષણ નિરીક્ષક અને ઝોનલ અધિકારીની નિમણૂક કરાઇ
જિલ્લાના ધો.-10 અને 12ના કુલ 14865 ખાનગી અને રિપીટર વિદ્યાર્થીઓ માટે જિલ્લાના 19 પરીક્ષા કેન્દ્રોના 73પરીક્ષા બિલ્ડીંગના 705 બ્લૉકમાં સમુચિત વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.10ના કુલ 10705 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહના કુલ 3320 અને વિજ્ઞાન પ્રવાહના કુલ 840 ખાનગી, રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ નિરીક્ષક એ.એ.બારીયા અને મેહુલ પારેખની નિમણુંક ઝોનલ અધિકારીઓ તરીકે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...