તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પંચમહાલના SSC-HSCના 14,865 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં પરીક્ષા શરૂ થતાં અગાઉ પરીક્ષા ખંડને સેનેટાઈઝીંગ કરાયા - Divya Bhaskar
પંચમહાલમાં પરીક્ષા શરૂ થતાં અગાઉ પરીક્ષા ખંડને સેનેટાઈઝીંગ કરાયા
  • એક બ્લોકમાં ફક્ત 20 પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવશે
  • પરીક્ષા ખંડમાં પ્રવેશ વખતે ટેમ્પરેચર ગનથી તપાસ કરવામાં આવશે

કોરોના મહામારીને લીધે સરકારે ધોરણ 10 અને 12 ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પરમોશન આપી દીઘું છે. ત્યારે ધોરણ 10 અને 12 નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઇને રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 મી જુલાઇના ગુરૂવારના રોજથી શરૂ થશે. જેને લઇને પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.

ધોરણ 10ના 10,705 વિધાર્થીઓ અને ધોરણ 12ના સાયન્સ પ્રવાહના 840 તથા સામાન્ય પ્રવાહના 3320 વિદ્યાર્થીઓ મળીને કુલ 14,865 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. પરીક્ષાઓને લઇને પરીક્ષા બિલ્ડીંગને સેનેટાઇઝીટ કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીને કારણે એક રૂમમાં ફક્ત 20 પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવશે. જિલ્લામાં કુલ 17 પરીક્ષા કેન્દ્રના 497 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા આપવા આવેલા તમામ પરીક્ષાર્થીઓને સેનેટાઈજર અને થર્મલ ગનની ચેક કરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે કલમ 144 પરીક્ષા દરમ્યાન લાગુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...