તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ગોધરાના 11 વોર્ડ અને શહેરાના 6 વોર્ડની ચૂંટણી માટે મુખ્યપક્ષોની સાથે તંત્ર સજ્જ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા પાલિકાની ચૂંટણી વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીનંુ ભાવિ નક્કી કરશે
  • ગોધરા પાલિકામાં 105 મતદાન મથક, શહેરામાં 20 મતદાન મથક : થર્મલગન-સેનિટાઇઝર મૂકાશે

ગોધરા નગર પાલિકા અને શહેરા નગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓમાં મુખ્ય પક્ષો સાથે વહીવટી તંત્ર પણ જોતરાઇ ગયું છે. ચૂંટણી અધિકારી પ્રાંત ઓફિસર વિશાલ સકસેના તમામ તૈયારીઓ સાથે ગોધરા પાલિકાની ચૂંટણી નિર્વિઘ્ન સંમ્પન કરવા કમર કસી રહ્યા છે. તેમણે સરદાર નગર ખંડ ખાતે શનિવારે પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને ચૂંટણી અંગેની તાલીમ આપી હતી. મતદાનના દિવસે કોઇ મુશ્કેલી ના નડે તે માટે તેઓને ઇવીએમ મશીનની પણ તાલીમ આપવામાં આવી હતી. ગોધરા નગર પાલિકાની ચૂંટણી જાહેરનામાની નોટિસ સોમવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગોધરા નગર પાલિકા ચૂંટણીમાં 12 હજાર જેટલા નવા મતદારો ઉમેરાયા છે. પાલિકાના 11 વોર્ડમાં કુલ 105 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેની તડામાર તૈયારી ચાલી રહી છે. ગોધરાના 1,12,898 મતદારો મતદાન કરશે. અગાઉ પાલિકાની ચૂંટણીમાં એક મતદાન મથક દીઠ સરેરાશ 1075 મતો પડે છે. વોર્ડ નં 1 માં ત્રીજી જાતિના 5 અને વોર્ડ નં 2 માં 1 માં મતદાર મત આપશે.

વોર્ડમતદારોમથક
11059211
2113359
31009811
491799
5878710
61193510
779317
8107429
9105479
101115310
111059910

ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના લિસ્ટને આખરી ઓપ આપવાની તેયારીઓ
કોગ્રેસ પક્ષ ગોધરા નગર પાલિકામાં ફક્ત 6 વોર્ડમાં જ ઉમેદવાર ઉતારશે તેમ લાગી રહ્યુ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પાલિકાની ચૂંટણી ભારે અસંતોષવાળી બને શકે તેમ છે. 3 ટર્મ અને 60 વર્ષથી વધુ ઉંમરવાળા નવા નિયમોને લઇને કેટલાક જૂના જોગીની ટિકિટ પર કાતર કાપશે તો જુનાજોગીઓની નારાજગી સહન કરવાની નોબત પણ આવી શકશે. ગોધરા નગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારની ચયન પ્રક્રિયા ભાજપના પક્ષ માટે આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓનાં ભાવિ નક્કી કરશે તેમ કાર્યકરોમાં ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગીની ચક થઇ તો તેના પડઘા આવનારી વિધાનસભામાં સંભળાવે તેવો કાર્યક્રર્તાઓમાં ગણગણાટ થઇ રહ્યો છે. પાલિકાની ચૂંટણીના મળતિયાઓના નામોની આખરી યાદી બનાવવા મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ તેયારીઓમાં લાગી ગયું છે.

શહેરાના 6 વોર્ડમાં 16154 મતદારો
શહેરા નગર પાલિકાની ચૂંટણીને લઇને ચૂંટણી અધિકારી તૈયારી કરી રહ્યા છે. સાથે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓને તાલીમ આપી છે. પાલિકામાં કોંગ્રેસના ચિહ્ન પરથી કોંગ્રેસ કાર્યકરો નહિ ઉભા રહીને અપક્ષ તરીકે ચૂંટણી લડે તેમ લાગે છે. ત્યારે ભાજપ શહેરા ફરીથી કબજે કરવા મજબૂત ઉમેદવારો ઉભા રાખશે. પાલિકાના 6 વોર્ડમાં કુલ 16154 મતદારો 20 બૂથમાં મત આપશે.

સિંગવડની 3 જિ.પં.ના ઉમેદવારીપત્રો મામ.કચેરી ખાતે ભરાશે
સિંગવડમાં સમાવિષ્ટ 30 - મેથાણ, 46 - સુડિયા, 49 - વાલાગોટા સહિતની ત્રણ જિ.પંચા. બેઠકના ચૂંટણી અધિકારી તરીકે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ દાહોદની નિયુક્તિ કરાઇ છે. ત્રણેય બેઠકો માટેના ઉમેદવારીપત્રો સીંગવડ મામલતદાર કચેરીમાં ભરાશે.જ્યારે સિંગવડ તા.પ.ની કુલ 18 બેઠકો પૈકી મેથાણ -1, મેથાણ -2, મલેકપુર, સીંગવડ, દાસા, નાનીસંજેલી, તારમી, અગારા(રં) મંડેર(રં), સુડીયા, સિંગાપુર, સરજુમી, સહિતની 12 બેઠકો માટે સીંગવડ મામલતદારની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઇ છે. જયારે પહાડ, વાલાગોટા, પીપળીયા(રં), છાપરવડ, પતંગડી, મછેલાઈ સહિતની 6 બેઠકો માટે સીંગવડ TDOની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સિંગવડ તાલુકામાં 8મી ફેબ્રુઆરી સોમવારથી ઉમેદવારીપત્રો સ્વીકારવાનો પ્રારંભ થનાર હોવાથી સમગ્ર તાલુકામાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ભાજપ-કોંગ્રેસમાંથી કોને કોને મેદાનમાં ઉતારાશેની અટકળો
દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કોણ હશેની ભારે અટકળોનો દોર શરૂ થયો છે. સંજેલી તાલુકા માટે મહત્વની ગણાતી એવી જિલ્લા પંચાયતની બે બેઠકો છે. જેમાં હિરોલા 19 ની બેઠક ઉપર અગાઉ કોંગ્રેસે જીતી હતી. હવે ખુબ જ લાંબા સમય બાદ પહેલીવાર સામાન્ય મહિલા બેઠક મળી છે ત્યારે ઉમેદવારોની લાંબી લાઈન થાય તે સ્વાભાવિક છે. દાહોદ જિલ્લા પંચાયતની આ બેઠક ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીને લઈને ભાજપ પાર્ટીએ આ બેઠક હાંસલ કરવા માટે અગાઉથી જ મહેનત શરૂ કરી દીધી છે. પરંતુ પહેલીવાર સામાન્ય મહિલા બેઠક મળી છે ત્યારે તેના પર 7 થી 8 જેવા દાવેદારો પણ લાંબી લાઈનમાં ઊભા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી તરફ ચમારીયા 9 પર ભાજપનો કબજો હતો. રાજ્ય ચૂંટણી આયોગની નવી સૂચિ પ્રમાણે આગામી ચૂંટણીમાં આ બેઠક બક્ષીપંચના ફાળે આવતાં સાત ઉમેદવારો મેદાનમાં હશે તેમ જોવાઇ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાંથી કોને મેદાનમાં ઉતારશેની અટકળો ચાલી રહી છે.

લીમખેડા તા.ની 5 જિ. પં.ના ઉમેદવાર પત્રો પ્રાંત કચેરીમાં ભરાશે
લીમખેડા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 8- ચૈડિયા, 11- ચીલાકોટા, 12- દુધિયા, 31- મોટી બાંડીબાર, 40- રઈ સહિતની પાંચ બેઠકો માટે ના.કલેકટર અને પ્રાંત અધિકારી લીમખેડાની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઇ છે. જ્યારે લીમખેડા તા.પં.ની કુલ 24 બેઠકો પૈકી ચૈડીયા,ખીરખાઈ, દાભડા, વિસલંગા, જાદાખેરીયા, પોલિ-સીમળ, ચીલાકોટા-1-2, ઝેરજીતગઢ, દુધિયા, મોટીવાવ જેતપુર(દુ), દાંતિયા, નિનામાનીવાવ, જુનાવડિયા સહિતની 15 બેઠકો માટે લીમખેડા મામલતદારને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે પાણીયા, મોટીબાંડીબાર, લીમખેડા, મોટાહાથીધરા, વડેલા, રઇ, કુણધા, અગારા(ઉ), માનલી, સહિતની બેઠક માટે લીમખેડા TDOની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઇ છે. 8મી ફેબ્રુઆરી સોમવારથી ઉમેદવારીપત્રો સ્વીકારવાનો પ્રારંભ થશે. ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોએ વિવિધ દાખલા સહિતના દસ્તાવેજો મેળવવા માટે તૈયારીઓ આરંભી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો