ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા જેટકો કંપનીના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના પડતર પ્રશ્નોની રજુઆતો છતાં હકારાત્મક નિરાકરણ ન આવતા વિભાગના અધિકારીને આંદોલનની નોટિસ આપી જણાવવાનુ કે એજીવીકેએસ અને જીબીયા દ્વારા પડતર પ્રશ્નો બાબતે રજુઆત છતા કોઇ જ સુખદ નિરાકરણના આંદોલનની નોટિસ આપવાની ફરજ પડેલ છે.
જેમા જણાવ્યુ હતુ કે સ્ટાફ સેટઅપની ગાઇડલાઇન મુજબ વારંવાર રજુઆત કરવા છતા ડિવિઝન / સર્કલ / ઝોનનુ બાયફરકેશન તથા કન્સટ્રક્શન સબ ડિવિઝન / સિવિલ સબ ડિવિઝનની મંજુરી મેળવેલ ન હોઇ ત્વરિત મંજુરી મેળવી ફિલ્ડમાં અમલ કરવો, નવા ભથ્થા મંજુર કરેલ છે. પરંતુ જેટકોમા હયાત હોટ લાઇન ભથ્થુ વારંવાર રજુઆત છતાં મંજુર કરેલ ન હોઇ 7મા પગાર પંચ મુજબ ત્વરિત મંજુર કરવું, જેટકોમા જુ. ઈજનેરની ભરતી 2017માં કરેલ. 4 વર્ષથી ભરતી ન થવાથી 500થી વધુ જગ્યાઓ ખાલી છે.
તાજેતરમાં જુનિયર ઈજનેરની ભરતીની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાયેલ છતાં જુનિયર ઈજનેરની ભરતીની પ્રક્રિયા ખોરંભે પડેલ હોઇ જેની કામગીરીનો બોજ હયાત કર્મચારીઓ અને અધિકારીઓ પર પડતો હોઇ ત્વરિત જૂની.ઇજનેર.ની જ્ગ્યાઓ ભરવી સહિતની અનેક માંગણીઓનું હકારત્મક નિરાકણ નહી આવતા જલદ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.