તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સત્યમ સો.ના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી

ગોધરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોડ નહીં તો વોટ નહીં ના બેનર લગાવ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચુટણીનો દિવસો જેમ જેમ નજીક અાવતો જાય છે તેમ તેમ ચૂટણીનો ગરમાવો પણ વધતો જાય છે. ત્યારે ગોધરામાં વોર્ડ નંબર 11 માં આવેલ સત્યમ સોસાયટીના રહીશો દ્વારા ચૂટણી બહીષ્કારની ચિમકી ઉચ્ચારવામાં અાવી છે. મતદારોના જણાવ્યા મુજબ સોસાયટી વિસ્તારમાં પસાર થતા રસ્તાઓની સ્થિતિ અેટલી બત્તર હાલતમાં છે કે વાહન ચાલકો પસાર થાય તો વાઇબ્રન્ટની અસરનો અહેસાસ સ્થાનિક રહીશો અનુભવી રહ્યા છે.

અા અંગે કોર્પોરેટર ધારાસભ્યો સહિત અનેક સ્થળે રજુઅાતો કરવામાં અાવી છે. તેમ છતા સોસાયટીમાં રસ્તો બનાવવામાં અાવ્યો નથી. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં રોડ બનાવવામાં અાવી રહ્યા છે. જેને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા મતદારો પણ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓના નાક દબાવવા વર્ષો જૂની માંગણીઓ આગળ ધરી “રોડ નહીં તો વોટ નહીં” નો વિરોધ નોંધાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સોસાયટીના યુવાનો અને રહીશો બેનર સાથે સોસાયટીનાં ગેટ આગળ અાવી પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો