ચૂંટણી બહિષ્કાર:વેજલપુરની વિવેકાનંદ સોસા.માં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલોલ તાલુકાના વેજલપુરમાં ખરસાલીયા રોડ પર અાવેલ વિવેકાનંદ સોસાયટીના મતદારો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી દેવાતા હડકંપ મચી ગયો છે. સોસાયટીના મતદારોના જણાવ્યા મુજબ જ્યારથી સોસાયટી અસ્તીત્વમાં અાવી ત્યારથી પ્રાથમિક સુવિદ્યા જેવી કે રસ્તા, ગટર તથા સ્ટ્રીટ લાઇટની વારંવાર પંચાયતમાં લેખીત તથા માૈખીક રજુઅાતો કરવામાં અાવી છે.

પરંતુ અત્યાર સુધીના અેક પણ સરપંચ દ્વારા પ્રાથમિક સુવિદ્યા પુરી પાડવામાં અાવી નથી. અને જ્યારે પણ ચૂંટણી અાવે ત્યારે ઉમેદવાર મત માંગવા અાવે છે અને ઠાલા વચનો અાપીને જતા રહે છે. અને વિજેતા થયા બાદ કોઇ પણ પ્રકારની સુવિદ્યા પુરી પાડવામાં અાવતી નથી. જેને લઇને અા ચુંટણીમાં સોસાયટીના મતદારો દ્વારા મતદાનનો બહિષ્કાર કરાયો હોવાના બેનરો લગાવા છે. હવે જોવાનું અે રહ્યુ કે મતદારો મતદાનના બહિષ્કારમાં અડગ રહેશે કે પછી તંત્ર મધ્યસ્થતા કરીને મતદારોને સમજાવશે તે અાગામી સમયમાં જોવા મળશે. પરંતુ હાલતો સોસાયટીના મતદારો મતદાનના બહિષ્કાર માટે અડગ છે.

અન્ય સમાચારો પણ છે...