તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંડે પોઝિટિવ:ટીંબાની શાળામાં જ્ઞાનરથ દ્વારા બાળકોને અપાતું શિક્ષણ

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા બાળકો જ્ઞાનરથના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે

કોરોનાના બે વર્ષથી શિક્ષણકાર્ય બંધ રહેતાં હાલ સરકારી અને ખાનગી તમામ શાળાઓ કૉલેજ દ્વારા ઓનલાઇન શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં આવેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોનાં વિદ્યાર્થીઓ માટે કઈક નવું કરવાની ખેવના હંમેશા રહેતી હોય છે, ત્યારે આવી સ્થિતિમાં શિક્ષકો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, આ પ્રયોગમાં શેરી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ટીંબાગામના તમામ બાળકોને શેરી શિક્ષણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

ત્યારે શિક્ષક રઘુભાઈ ભરવાડ દ્વારા બાળકો માટે એક પગલું આગળ વિચારવામાં આવ્યું છે. શાળા ઇનોવેટિવ શિક્ષણના એવોર્ડના વિજેતા એવા રઘુભાઈ ભરવાડે બાળકો માટે અનોખું કરવાનું વિચાર્યું અને તેઓએ તૈયાર કર્યો જ્ઞાનરથ, આ જ્ઞાનરથમાં એક બાઇકની આજુબાજુમાં શિક્ષણને લગતી તમામ માહિતીના પોસ્ટર લગાવવામાં આવ્યા, ઓડીઓ વિઝ્યુઅલ દ્વારા ગામમાં ઘરે ઘરે ફરીને શિક્ષણ આપવા નક્કી કરાયું એટલું જ નહીં આ રથ થકી શાળાના બાળકોની અન્ય વાત અને વાલીની કોઈ ફરિયાદ હોય તો પણ આ જ્ઞાનરથમાં થઈ શકે છે,

આ જ્ઞાનરથ દ્વારા બાળકોની શિક્ષણ સિવાય અન્ય બાબતો જેમ કે શિષ્યવૃત્તિ, બેન્કમાં વધતીખૂટતી માહીતીનો પણ ઉકેલ પણ મેળવી શકાય છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક રઘુભાઈ ભરવાડ દ્વારા પોતાની શાળાના જ પૂર્વ વિદ્યાર્થી યુવાનોને સ્વયં સેવક તરીકે શિક્ષણ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, તેઓ દ્વારા દરેક શેરીઓ વહેંચી લેવામાં આવી છે.

જ્યાં પોતે જઈ શિક્ષકોનાં માર્ગદર્શન તળે શેરી શિક્ષણ આપી રહ્યા છે. આમ ટીંબાગામના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણની સાથે સાથે પ્રત્યક્ષ શિક્ષણ મળી રહ્યું છે, અને ગામના 80 ટકા ઉપરાંત બાળકો ભણતા થયા છે. શાળાના શિક્ષકો દ્વારા કોઈ જ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેની નેમ લેવામાં આવી છે.

જ્ઞાનરથ ટેકનોલોજીના માધ્યમથી સજ્જ કરવામાં અાવ્યો છે
કોવિડની પરિસ્થીતિમાં શાળાઅો બંધ છે.પણ બાળકોનું શિક્ષણ બગડે નહિ અને તેમનું શિક્ષણ ચાલુ રહે તે માટે ટીંમ્બા ગામના શાળાના શિક્ષકો અને ગામના પુર્વ વિદ્યાર્થીઅો સમન્વયથી જ્ઞાનદિપ રથ ચાલુ કરવામાં અાવ્યો છે.અા રથ ગામના સ્વયમસેવકો અને શિક્ષક મારફતે તમામ શેરીમાં જશે અને બાળકોને શેરી શિક્ષણ અને અોનલાઇન શિક્ષણ વિશે માર્ગદર્શન અાપશે. અા રથમાં ટેકનોલોજીના માધ્યમથી સજજ કરવામાં અાવ્યો છે. અા રથ ધરે ધરે થઇને ઇ- શાળા અેપ્લીકેશન વાલીઅોને ડાઉનલોડ કરી અાપશે.> વિનુભાઇ પટેલ, પ્રા. શિક્ષણાધીકારી

​​​​​​​બાળકોને શિક્ષણને લગતા પ્રશ્નોનું નિરાકણ મળી રહે છે
શાળાના 313માંથી 200 વિદ્યાર્થાઅો શેરી શાળામાં અભ્યાસ કરે છે. અા નવરતર પ્રયોગથી શાળાના બાળકોને તમામ સાહિત્ય જરૂર હોય તે મળી રહે છે. બાળકોને વિવિધ શિક્ષણને લગતા પ્રશ્નોનું નિરાકણ સ્થળ પર મળી રહે છે. શાળાના બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે તેમના ધરે પહોચીને તેમની તમામ મુશ્કેલીઅો અા રથ દ્વારા દુર કરીને સહાય અાપીઅે છીઅે >રઘુભાઈ ભરવાડ,ઇનોવેટિવ શિક્ષણના પ્રણેતા, ટિમલીડર શિક્ષક, ટીમ્બાગામ પ્રાથમિક શાળા​​​​​​​

અન્ય સમાચારો પણ છે...