તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક લોકો પરેશાન:કોતર પર પુલના અભાવે લોકોને ખેતરો ખૂંદી 6થી 7 કિમી અંતર કાપવાનો વારો

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી  પછી પણ પઢીયારથી અંદરના મુવાડાના માર્ગ પરના કોતર પર પુલ કે નાળાનો અભાવ છે. - Divya Bhaskar
દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી પછી પણ પઢીયારથી અંદરના મુવાડાના માર્ગ પરના કોતર પર પુલ કે નાળાનો અભાવ છે.
  • પઢીયારથી મુવાડાના માર્ગ પરના કોતર પર પુલ કે નાળુ ન હોવાથી સ્થાનિક લોકો પરેશાન
  • ગ્રામજનો દ્વારા વારંવાર જિલ્લા કલેક્ટર, DDO અને TDOને લેખિત રજૂઆત પણ પરિણામ શૂન્ય

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે પરંતુ ગામડા હજુ ત્યાંના ત્યાં જ છે અને સુવિદ્યાના પ્રશ્નો હજુ ઠેરના ઠેર છે. આવુ જ એક ગામ પંચમહાલના ગોધરા તાલુકાના પઢીયાર ગામના અંદરના મુવાડાની સ્થિતિ છે. જે અંગે વિસ્તારના વિદ્યાર્થી આગેવાન અને યુવા સામાજીક કાર્યકર આશિષકુમાર બારીઆએ પંચમહાલ જિલ્લા કલેક્ટર, DDO, TDOને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે ગોધરા તાલુકાના પઢીયાર ગામના અંદરના મુવાડાથી પઢિયાર આવવા જવાના માર્ગમાં એક મોટું કોતર આવેલું છે.

કોતર પર પુલ કે નાળુ ન હોવાથી સ્થાનિક લોકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓને તથા સ્થાનિક લોકોને જીવન જરૂરિયાત તેમજ દૈનિક કામ જેવા કે દૂધ મંડળીમાં દૂધ ભરવા, ખેતરમાં જવા સહિતના અન્ય કામો માટે મુશ્કેલીઓ પડે છે. જેને કારણે સ્થાનિકો ત્રાહિમામ થયાં છે. ચોમાસામાં નદીમાં પાણી આવે ત્યારે તણાઈ જવાનો ભય રહે છે. તેમજ કોતરમાં પશુઓને લાવવા લઈ જવામાં, ખેતરમાં કામ કરવા જવા માટે, નદી પાર કરવા માટે સ્થાનિક લોકોને ખેતરો ખુંદીને 6થી 7 કિલોમીટર અંતર કાપવુ પડે છે. સાથે સાથે ખેતરમાં સાપ જેવા ઝેરી જીવજતુંઓનો કરડવાનો ડર રહે છે.

આ અંગે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે સ્થાનિક લોકોની માગ છે કે સંબંધિત કચેરી દ્વારા અહીં એક પુલ તૈયાર કરી અવર જવરનું માધ્યમ ઊભું કરી આપે તો લોકોને તફલીફ ના પડે અને જોખમથી છૂટકારો મળે.

અન્ય સમાચારો પણ છે...