તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુર્વ તૈયારી:હોળી પર્વના લીધે ગોધરા વિભાગે તમામ ડેપોમાં 10 બસો વધારે મૂકી

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી મનાવવા વતન જતા શ્રમજીવીઓથી બસસ્ટેન્ડમાં ધસારો

પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના આદિવાસીઓ રોજી-રોટી મેળવવા રાજયના મોટા શહેર જેવા રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર સહીતના શહેરોમાં મજુરી અર્થે ગયા હોય છે. ત્યારે હોળી તહેવાર મનાવવા આદિવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતને તહેવાર મનાવવા આવતાં હોય છે. જેને લઇને એસટી વિભાગે પુર્વ તૈયારી કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આવતાં આદિવાસીઓની સંખ્યા ઓછી છે.

તેમ છતાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ વતનમાં હોળીની ઉજવણી કરવા આવતાં ખાનગી ટ્રાવેલ્સો સાથે એસટી બસમાં આવવા નિકળે છે. જેને લઇને મોટા શહેરમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, સહીતના એસટી ડેપો સુધી આદિવાસીઓ પહોંચી જાય છે. એસટી બસ સ્ટેન્ડથી તેઓના આંતરીયાળ ગામમાં મોકલવા ગોધરા એસટી વિભાગીયના અધીકારીઓએ દરેક ડેપોમાં 10 બસો સ્ટેન્ડ બાય મુકી છે. જેથી મોડી રાતે કે કોઇપણ સમયે આવતાં આદિવાસીઓને તકલીફ ના પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો