SPનો આદેશ:પંચમહાલના 16 હોમગાર્ડને ડબલ પગાર, 10નો પગાર બીજાના ખાતા ચૂકવાતા 2018થી ઓડિટ કરવાની સૂચના

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોમગાર્ડ કચેરીમાં થયેલી નાણાંકીય ગેરરીતિ પોલીસ વિભાગે પગારના બિલોની ચકાસણી કરતી વખતે પકડી પાડી
  • ગાંધીનગરની ટીમે પંચમહાલ કચેરીના તમામ દસ્તાવેજો કબજે કર્યા : કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કર્મીઓ સ્ટેન્ડ બાય

પંચમહાલ જિલ્લામાં હાલ 1400 જેટલા હોમગાર્ડ ફરજ બજાવી રહ્યા છે. કોરોનામાં રાત્રી કફર્યુ સહીતની કામગીરીમાં પોલીસ વિભાગ હોમગાર્ડોને ફરજ બજાવવા મોકલતાં હતા. કોરોના કાળમાં ફરજ બજાવતાં હોમગાર્ડના પગારના બિલોની ચકાસણી જિલ્લા પોલીસ વિભાગમાં અાવતી હોય છે.

જેથી પોલીસ વિભાગે 2020ના 8 માસના પગારના બિલોની ચકાસણી કરતાં 16 હોમગાર્ડને ડબલ પગાર ચુકવાયો હોવાનુ અને 10 હોમગાર્ડને બદલે અન્યના બેક ખાતામાં પગાર ચુકવાયો હોવાનુ પોલીસ વિભાગની તપાસમાં બહાર અાવતાં પંચમહાલ હોમગાર્ડ કચેરીમાં મોટી અાર્થિક ગેરરીતી થતી હોવાની શંકા ઉદ્ભવી હતી.

જેને પગલે પંચમહાલ પોલીસ વિભાગે હોમગાર્ડ કચેરીના 2018થી અત્યાર સુધીના તમામ દસ્તાવેજોનું અોડિટ કરવા હોમગાર્ડની વડી કચેરીને લેખીતમાં જણાવેલ હતું તેમ પંચમહાલ SPએ જણાવ્યુ હતું. જેને લઇને ગાંધીનગરની ટીમે કચેરીમાંથી 2018થી અત્યાર સુધીના તમામ દસ્તાવેજો પોતાની સાથે લઇને તપાસ હાથ ધરી છે.

હોમગાર્ડ કચેરીમાં તાજેતરમાં ગાંધીનગરની ટીમે કર્મીઅોની પુછપરછ કરીને રાજયના ગૃહખાતાં સાથે થયેલી અાર્થીક ગેરરીતી બહાર લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. જયારે પંચમહાલ જિલ્લાની હોમાગાર્ડ કચેરીની અાર્થિક ગેરરીતી બહાર અાવવાને પગલે સમગ્ર મુદ્દો ભારે ચર્ચાની એરણે ચઢ્યો છે.

હવે તંત્ર દ્વારા વર્ષ 2018થી અત્યાર સુધીના હોમગાર્ડના તમામ પગાર બિલોનું અોડિટ કરવામાં આવનાર છે ત્યારે હોમગાર્ડના અાંકડા અને પગારમાં થતી ગેરરીતીનો મોટો અાંકડો બહાર અાવવાની શકયતા સેવાઇ રહી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીઓ આવીને તમામ જરૂરી દસ્તાવેજો લઇ પરત ગાંધીનગર ફર્યા હતાં.

2018થી અત્યાર સુધીના તમામ બિલો લઇ ગયા
વડી કચેરીમાંથી 2018થી અત્યાર સુધીના બિલો લઇ ગયા છે. તેઅો અોડિટ કર્યા બાદ રીપોર્ટ અાપશે. અમારી કચેરીમાં અોનલાઇન બિલોની અેન્ટ્રી કરનારને ફરજ પર મુકત કરવાનો અાદેશ અાવતાં તેને ફરજ મુક્ત કરી બીજાને કામગીરી સોંપી છે. હુ તો 2019થી જોડાયો છું.- વિક્રમસિંહ જાદવ, હોમગાર્ડ કમાન્ડર

ડેટા એન્ટ્રીની કામગીરીમાંથી ઓપરેટરોને ફરજમુક્ત કરાયા
જિલ્લાની હોમગાર્ડ કચેરીમાં અાર્થીક ગેરરીતી પોલીસ વિભાગે પકડી પાડતાં હોમગાર્ડની વડી કચેરીને કચેરીના કોમ્યુટર અોપરેટરને કચેરીના ડેટા અેન્ટ્રી સહીતની કામગીરી નહી કરાવીને ફરજ મુક્ત કરવાનો હુકમો કરવામાં અાવ્યો હતો. તેમજ કચેરીના અન્ય અેક કર્મીને સ્ટેન્ડબાય કરવાનો હુકમ કર્યો હતો. કચેરીમાં અારીફ નામના ઇસમે મુખ્ય ભુમીકા નિભાવી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી.

આઠ માસના પગાર બિલ ચકાસતા ગેરરીતિ સામે આવી
જિલ્લાના હોમગાર્ડના પગાર ગૃહખાતાંમાંથી ચુકવાતા હોય છે. પણ તેઅોના પગારના બિલોની ચકાસણી જિલ્લા પોલીસવડાની કચેરીમાં કરવામંા અાવે છે. જેથી વર્ષ 2020ના 8 માસના હોમગાર્ડના પગારના બીલોની ચકાણી કરતાં પોલીસ વિભાગને અાર્થીક ગેરરીતી પકડી પાડી હતી. ચકાસણીમાં અેક જ માસમાં 16 જણાને ડબલ પગાર ચુકવાયો અને 10 જણાનો પગાર અન્ય ખાતાંના જમા થયો હોવાનું બહાર અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...