• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Dissolution Of More Than 300 Idols Of Shreeji In 7 Artificial Lakes, Pilgrimages Started In The Morning And Ended Late At Night

ગોધરાની શ્રીજીને શ્રદ્ધાસભર વિદાય:શ્રીજીની 300થી વધુ મૂર્તિઓનું 7 કૃત્રિમ તળાવોમાં વિસર્જન, સવારથી શરૂ થયેલી યાત્રાઓ મોડી રાત્રે પૂરી થઇ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 કૃત્રિમ તળાવમાં શહેર, આસપાસની સેંકડો મૂર્તિનું વિસર્જન, સાર્વજનિક શ્રીજીની યાત્રા 3 કલાકમાં સંપન્ન

ગણેશોત્સવના પાચમાં દિવસે બુધવારે શહેરની તમામ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. શહેરની 300થી વઘુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ગોધરાવાસીઓએ ઇકોફ્રેન્ડલી રીતે પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે કર્યું હતું. તંત્ર દ્વારા બનાવવામાં આવેલા 7 કૃત્રિમ તળાવોમાં શહેરજનોએ શ્રીજીનું વિસર્જન કરી શ્રદ્ધાસભર વિદાય આપી હતી. બનાવવામાં આવેલા 7 કૃત્રિમ તળાવોમાં નાનીથી લઇને મોટી મૂર્તીનું વિસર્જન થયું હતું. અા વર્ષે પંડાલથી વિસર્જન યાત્રા નીકળીને જે તે વિસ્તારની નજીકમાં બનાવવામાં આવેલા કૃત્રીમ તળાવમાં જ વિસર્જન કરવાની સ્પષ્ટ ગાઇડલાઇન હોવાને મોટા ભાગની વિસર્જન યાત્રા 4 વાગ્યા બાદ નીકળી હતી.

શ્રીજીની વિસર્જન યાત્રાને વધાવવા માટે વરસાદે પણ હાજરી પુરાવી હતી. જ્યારે આબાલ વૃદ્ધોએ યાત્રામાં જોડાઇ પોતાની શ્રદ્ધાને ઓપ આપ્યો હતો. શહેરીજનોને પ્રથમવાર કૃત્રીમ તળાવમાં વિસર્જન યાત્રા કરવાની અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશ ભક્તોએ સાયકલ, અેકટીવા, લારી પર તથા પગપાળા શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી હતી. જ્યારે કૃત્રિમ તળાવમાં શ્રીજી વિસર્જન મોડી રાત સુઘી ચાલુ રહ્યું હતું.

પરંપરાગત રૂટ પર એકમાત્ર સાર્વજનિક શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી 3 કલાકમાં સંપન્ન થઇ
5 દિવસનું અાતિથ્ય માણ્યા બાદ બુધવારે શહેરના સાર્વજનિક શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી. જાહેરનામાને લઇ અા વર્ષે પરંપરાગત રૂટ પર ફક્ત વિશ્વાકર્મા ચોકના સાર્વજનિક શ્રીજીની પ્રતિમાની વિસર્જન યાત્રા જ નીકળી હતી. વિશ્વકર્મા ચોકથી બપોરે 12.45 વાગ્યે નીકળી પટેલવાડા, રાની મસ્જીદ, સ્ટેશન રોડ થઇને તળાવ ખાતે તૈયાર કરવામાં અાવેલ કૃત્રીમ કુંડમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન 4 વાગ્યે કરાયું હતુ. અેક કલાકમાં પૂર્ણ કરવાની વિસર્જન યાત્રાને પૂર્ણ થતા 3 કલાક લાગ્યા હતા. વર્ષો જુના રૂટ પર વિસર્જન યાત્રા નીકળતા પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવામાં અાવ્યો છે. ધાબા પોઇન્ટ સહીત રાની મસ્જીદથી સ્ટેશન રોડ સુઘી પોલીસનો ચાંપતો બદોબસ્ત ગોઠવાયો હતો. વર્ષો જુના રૂટ પર અેક ગણેશજીની વિસર્જન યાત્રા નિવિધ્ને પુર્ણ થતાં તંત્રઅે હાશકારો લીધો હતો.

શહેરજનો શ્રીજીને ક્યાંક કારમાં તો ક્યાંક ટુ વ્હિલર પર વિસર્જન માટે લઇ આવ્યા હતાં, દિવસભર વિસર્જન પ્રક્રિયા ચાલુ રહી હતી.

યાત્રાને વધાવી વોરા સમાજના અગ્રણીઓએ શહેરને કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડ્યું
વિશ્વકર્મા ચોકથી શરૂ થયેલી સાર્વજનિક શ્રીજીની વિસર્જન યાત્રા પટેલવાડા, રાની મસ્જીદ, સ્ટેશન રોડ, રણછોડજી મંદિર થઇને તળાવ પર પહોંચી હતી. તે દરમિયાન જ્યારે પોલીસ ચોકી નં-2 પાસેથી પસાર થઇ રહી હતી ત્યાં વોરા સમાજના અગ્રણીઓએ યાત્રાનું સ્વાગત કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી કોમી એખલાસની ભાવના પ્રગટ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...