ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમની કલમ મુજબ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિનામુલ્ય ધો.1 માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. પંચમહાલ જિલ્લાની 115 જેટલી ખાનગી શાળાઓમાં 1300 થી વઘુ સીટો માટે વાલીઓએ પંસદગીની શાળાઓમાં RTE હેઠળ અરજીઓ કરી હતી.
જિલ્લામાં RTE હેઠળ ફક્ત ચાલુ વર્ષે પ્રથમ રાઉન્ડમાં 2400 જેટલી અરજીઓ આવી હતી. પણ 913 વાલીઓએ પોતાની પંસદગીની શાળાઓમાં RTE પ્રવશે આપવામાં આવ્યો છે. ત્યારે પંચમહાલમાં આ વર્ષે 913 બાળકોને પ્રવેશ આપવામાં આવતા જે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછો પ્રવેશ છે. હવે સરકારી શાળાઓમાં અભ્યાસનું સ્તર ઉચુ આવતાં અને સરકારી શાળાઓમાં ખાનગી શાળઓ જેવી સુવિધાઓ ઉભી થતાં આરટીઇ હેઠળ પ્રવેશનો દર ઘટયો છે. શિક્ષણ વિભાગમાં હાલ પ્રથમ રાઉન્ડ પુર્ણ થયો હોવા છતાં બીજા રાઉન્ડમાં વાલીઓ તરફથી આરટીઇની પુછપરછ આવતી બંધ થઇ ગઇ હોવાથી બીજા રાઉન્ડમાં નહીવત અરજીઓ આવશે તેમ શિક્ષણ વિભાગને લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં ચાલુ વર્ષે ખાનગી શાળાઓનો મોહભંગ થતા અને સરકારી શાળાઓનું સુવિધા અને શૈક્ષણીક સ્તર ઉચું આવતાં RTE હેઠળ પ્રવેશ દર ઘટ્યો છે.
અગ્રેજી માધ્યમની શાળાઓની સીટો ખાલી રહી છે
ચાલુ વર્ષે પ્રથમ રાઉન્ડમાં 2400 અરજીઓમાંથી RTE હેઠળ 913 વાલીઓએ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં પ્રવશે મેળવનારી મોટા ભાગની ગુજરાતી શાળાઓ છે. અગ્રેજી માધ્યમની શાળાઓની સીટો ખાલી છે. સરકારી શાળાઓનું શૈક્ષણિક સ્તર ઉચું આવતાં ખાનગી શાળાઓ RTE હેઠળ પ્રવેશ ઓછો થયો છે. હજુ બાકી બીજા રાઉન્ડમાં પણ પ્રવેશ માટેની અરજીઓ ઓછી આવશે તેમ લાગી રહ્યું છે. >વિનુભાઇ પટેલ, પ્રા.શીક્ષણાધિકારી, પંચમહાલ
RTE હેઠળના 3 વર્ષના આંકડા
વર્ષ | પ્રવેશ સંખ્યા |
2019-20 | 1127 |
2020-21 | 1090 |
2021-22 | 913 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.