કાર્યવાહી:દિશા લેબોરેટરીએ કોવિડના રિપોર્ટમાં ભૂલ કરતાં નોટિસ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાની લેબોરેટરીને બે દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું

સરકાર દ્વારા ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાીન મંજુરી આપી હતી. જેને લઇને શંકાસ્પદ દર્દીઓ ખાનગી લેબમાં કોવિડનો ટેસ્ટ કરે છે. આવો જ કોવિડ ટેસ્ટ ગો૰ધરાની દિશા લેબોરેરટીમાં કરવામાં આવે છે. દિશા લેબ પરીક્ષણ માટે સેમ્પલને અમદાવાદની જીનએક્ષપ્લોરર ડાયગ્નોસ્ટીક એન્ડ રીસર્ચ સેન્ટરમાં મોકલી આપે છે. ત્યાં કોરોના ટેસ્ટ કરીને કોવિડનું પરીણામ આરોગ્ય વિભાગને અને ગોધરાની દિશા લેબને મોક્લી આપે છે. દિશા લેબમાં આવી શંકાસ્પદ કોરોના દર્દીઓ પોતાના કોવિડનો ટેસ્ટ કરાવવા સેમ્પલ અમદાવાદની લેબમાં મોકલ્યા હતા. જયાંથી અમદાવાદની લેબે કોવિડના પરીણામનો ઇ-મેઇલ મોકલ્યો હતો. તેમાં પરિણામના ડેટા એન્ટ્રી ની ભૂલ ના કારણે દર્દી ના પરિણામ ખોટા હોવાનું જણાઇ આવ્યું હતું.ડેટા એન્ટ્રી ની ભૂલ ના કારણે દર્દીના કોરોના રીપોર્ટના પરિણામ બદલાઈ ગયા છે એટલે કે પોઝીટીવ ના નેગેટિવ અને નેગેટિવ ના પોઝીટીવ થઇ ગયા હતા. જેથી આ ગંભીર ભૂલના કારણે દિશા પેથોલોજી લેબીરેટરી અને અમદાવાદની જીનઅેક્ષપ્લોરર ડાયગ્નોસ્ટીક અેન્ડ રીસર્ચ સેન્ટર પ્રા. લીને કારણ દર્શક નોટિસ પાઠવતા બે દિવસમાં લેખિત ખુલાસો આપવાની જાણ કરવામાં આવી છે અને જો નિયત સમયમાં ખુલાસો નહીં કરવામાં અાવે તો આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે.તેવી કારણ દર્શક નોટીસ અારોગ્ય વિભાગે ફટકારતાં કોવિડના ટેસ્ટ કરતી ખાનગી લેબોરેટરીમાં ફફડાટ પેસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...