તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિપક્ષનો આક્ષેપ:પાલિકા પ્રમુખે દિલિપકુમારના અવસાનની આડમાં બોર્ડ મુલ્તવી રાખવાનો નિર્ણય લીધો?

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાનું બોર્ડ ચાલુ રાખવું કે નહિ તે અંગેનો નિર્ણય પ્રાદેશિક કમિશનર દ્વારા કરવામાં આવશે
  • પાલિકાની વિવિધ ચેરમેનની વરણીમાં ડખાને લઇને સભા મુલત્વી રખાઇ હોવાનો વિપક્ષનો અાક્ષેપ
  • ગોધરા નગરપાલિકા પ્રમુખના નિર્ણયની સામે વિપક્ષ દ્વારા બોર્ડ ચાલુ રાખવા માટે અરજી કરવામાં આવી

ગોધરા નગર પાલિકા અપક્ષ અને અેઅાઇઅઅેમના સહયોગથી બની છે. અાજે શુક્રવારે ગોધરાના સરદાર નગરખંડમાં પાલિકાની સામાન્ય સભા બપોરે 3 વાગે યોજાવાની હતી. જેને લઇને ભાજપ શહેર પ્રમુખે સભા સ્થળે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. પણ શુક્રવારની સામાન્ય સભાના અેક દિવસ પહેલા નગર પાલિકા પ્રમુખે અભિનેતા દિલીપકુમારના અવસાનને લઇને શુક્રવારનું બોર્ડ મુલત્વી રખાય છે. તેવી જાહેરાત કરી હતી. જેને લઇને ભાજપના સભ્યોઅે પ્રાદેશિક કમિશનરને શુક્રવારની સામાન્ય સભા ચાલુ રાખવાની અરજી કરી હતી. તેમ ભાજપના સભ્ય રૂપેન મહેતાઅે જણાવ્યું છે.

વિપક્ષની અરજીને લઇને પ્રાદેશિક કમિશ્નર દિલીપકુમારના અવસાનને લઇને સામાન્ય સભા મુલત્વી રાખી શકાય કે નહિ તેના નિર્ણયની તમામ રાહ જોઇને બેસી રહ્યા છે. પાલીકાના ભાજપના સભ્યોઅે બોર્ડમાં વિવિધ કમિટીના ચેરમેનની વરણીને લઇને શાસકપક્ષમાં ડખાને લઇને પાલિકા પ્રમુખે બોર્ડ મુલત્વી રાખી હોવાનો અાક્ષેપ ભાજપના સભ્યે કર્યો હતો.અપક્ષોઅે પાલિકા હસ્તક કરયાના બે માસ ઉપર થયા બાદ પાલિકાની વિવિધ સમીતીના ચેરમેનની વરણીને લઇ ખેંચતાણ ચાલતી હોવાની ચર્ચાઅો વહેતી થઇ હતી. ત્યારે પ્રાદેશીક કમિશ્નરના શુક્રવારનું બોર્ડ ચાલુ કહેશે કે પછી મુલત્વી આ નિર્ણય પર પાલીકાના સભ્યો મીટ લગાવી બેસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...