તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધૈર્યરાજને નવજીવન:મુંબઇમાં 16 કરોડનું ઇન્જેકશન મુકાવીને ઘરે લવાયો; ધૈર્યરાજની ઇમ્યુનિટી ઘટતાં માતા સાથે એક મહિનો ક્વોરન્ટાઇન રહેશે

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવાર સાથે ધૈર્યરાજ - Divya Bhaskar
પરિવાર સાથે ધૈર્યરાજ
  • માતાજીના આશીર્વાદ લઇને ધૈર્યરાજને સેલ્ફ ક્વોરન્ટાઇન કરાયો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબના 4 માસનો ધૈર્યરાજને એસ.એમ.એ-૧ નામની બીમારી પીડાતા તેના ઇલાજ માટે લોકફાળાથી 16 કરોડનુ ઇન્જેકશન એમરીકાથી મંગાવ્યું હતું. ધૈર્યરાજની બીમારી માટે 16 કરોડનાઇન્જેકશન માટે ગુજરાતના લોકોએ દાન આપતા 42 દિવસમા 16 કરોડ રૂપિયા એકઠા થઇ ગયા હતા.

24 કલક ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો
ધૈર્યરાજને મુંબઇની હિન્દુજા હોસ્પીટલમાં બુધવારે સવારે 10.30 કલાકે ઇન્જેકશન મુકવામાં આવ્યું હતું. ઇન્જેકશન મુકયા બાદ 24 કલાક ઓબર્ઝવેશનમાં રાખ્યા બાદ હોસ્પીટલમાંથી રજા આપી હતી. ધૈર્યરાજને શુક્રવારની મોડી સાંજે ગોધરા લાવવામાં આવ્યો હતો.

હાલમાં માતા-પુત્ર ક્વોરન્ટીન થયા
ગોધરા ખાતે ધૈર્યરાજને નવુ જીવન મળતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ માતા પિતા સાથે માતાજીના મંદીરે આર્શીવાદ લઇને દર્શન કર્યા હતા. ડોકટરના જણાવ્યા અનુસાર ધૈર્યરાજને ઇન્જેકશનની અસર શરૂ થતાં તેની ઇમ્યુનીટ ઓછી થશે જેથી અન્ય બીમારી લાગુ ન પડે તે માટે ધૈર્યરાજને તેની માતા સાથે સેલ્ફ કોરન્ટાઇન કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...