તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:પંચમહાલમાં સ્થાનિક ચૂંટણી અગાઉ 898 વોન્ટેડ આરોપીઓની અટકાયત

ગોધરા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિનામાં CRPCકલમ મુજબ 3853 આરોપીઓની અટક

પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. પરંતું પોલીસ વિભાગ દ્વારા ચૂંટણી પ્રક્રિયા કોઇ પણ વિઘ્ન વગર સંપન્ન કરવા જિલ્લામાં માથા ભારે ઇસમોને કાબૂમાં લેવા અટકાયતી પગલા સહિતની કાર્યવાહી કરાઇ રહી છે. જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલની સૂચનાઓથી વિવિધ ગુનામાં નાસતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ કરાઇ હતી. જેમાં પોલીસ વિભાગે પેરોલ ફર્લો જમ્પવાળા 10ની અટકાયત કરીને કાર્યવાહી કરી હતી. તેમજ જિલ્લામાં મારામારી, હત્યા, ચોરી સહિતના ગુનામાં નાસતા ફરતા 888 આરોપીઓને અટકાયત કરીને જે તે પોલીસ મથકને સોપ્યા હતા.

ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડનારાની CRPCની વિવિધ કલમ મુજબ અટકાયત કરી હતી. પોલીસ વિભાગે અતિસંવેદનશીલ, સંવેદનશીલ તથા સામાન્ય વિસ્તારમાંથી 3853 માથા ભારે આરોપીની અટકાયત કરી હતી. તથા પંચમહાલ જિલ્લાની જિલ્લા, તાલુકા પંચાયત તથા નગર પાલીકાની ચૂંટણીને લઇને જિલ્લામાં પરવાનાવાળા લોકોએ 1006 હથિયારોને જમા કરાવ્યા હતા.

જિલ્લાના પ્રવેશદ્વારો પર 14 ચેકપોસ્ટ કાર્યરત
જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂની રેલછેલ રોકવા પંચમહાલ પોલીસ વિભાગે કમર કસી છે. જિલ્લામાં પ્રવેશ દ્વારા પાસે 14 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ચેકપોસ્ટ પરથી આવતા જતાં અત્યાર સુધીમાં 11734 વાહનનું ચેકીંગ થયું હતું. જેમાં બે વાહનોમાં વાંધાજનક મળતાં પોલીસે કાર્યવાહી કરી હતી. પંચમહાલ પોલીસે જિ.ના પ્રોહિ 93ના ગુનામાં 451 બુટલેગર સામે અટકાયતી પગલાં ભરી દારૂબંધીની અમલવારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો