તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોધરા રેલવે સ્ટેશન પરથી રૂા.77.79 લાખ રોકડા સહિત સોના ચાંદીના દાગીના સાથે 1ની અટકાયત

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદ્દામાલના આધાર પુરાવા માગતાં સંતોષકારક જવાબ ન મળતાં કુલ રૂા.1.12 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો : રેલવે પોલીસે 41/1 બી મુજબ ગુનો નોંધી ધરપકડ કરી
  • ચંદીગઢથી અમદાવાદ જતા મુસાફર પાસેથી અધધ.. રકમ મળી

હરિયાણાના ચંદીગઢના પિયુષભાઇ ગર્ગની બદલી અમદાવાદ થતાં તેઅો પરિવાર સાથે પશ્ચિમ અેકસપ્રેસમાં બેસીને અમદાવાદ જતા હતા. ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અાવતાં રેલવે જીઅારપી પોલીસે ટ્રેનમાં ચેકિંગ કર્યું હતું. પિયુષભાઇ તથા તેમના પરિવાર પાસે રેલવેની જીઅારપી પોલીસે ટિકિટ માગતાં તેઅો ગભરાયા હતા. પોલીસને શક જતાં તેમના સામાનનું ચેકિંગ કરતાં બે બેગમાં અધધ નોટોના બંડલ જોઇને રેલવે પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે અન્ય બેગમાં તપાસ કરતાં રૂા.34 લાખના સોનાં ચાંદીના દાગીના પણ મળ્યા હતા.

રોકડા રૂપિયા તથા દાગીનાના મુદ્દામાલ સાથે જે મુસાફરને પકડ્યો તેની ફાઇલ તસવીર.
રોકડા રૂપિયા તથા દાગીનાના મુદ્દામાલ સાથે જે મુસાફરને પકડ્યો તેની ફાઇલ તસવીર.

પોલીસે પિપુષભાઇને ટ્રેનમાંથી નીચે ઉતારી રોકડ રકમના અાધાર પુરાવા માગતંા તેમણે તેઅોના સગાની રોકડ રકમ હોવાનું અને દાગીના તેમના પરિવારના હોવાનું જણાવતાં પોલીસને વાત ગળે ઉતરી ન હતી. પોલીસે નાણાં ભરેલી બેગ પોલીસ મથકે લઇને ગણતરી કરતાં તે રૂા. 77,78,400ની રોકડ હતી. પોલીસે 34 લાખના સોનાં ચાંદીના દાગીના અને રૂા. 77.78 લાખ મળીને કુલ રૂા.1.12 કરોડના મુદ્દામાલને સીઝ કર્યો હતો. તેમજ 41/1 બી હેઠળ કાર્યવાહી કરીને પિયુષભાઇની અટકાયત કરી હતી. ગોધરા રેલવે પોલીસે અાટલા મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરી હોવાની આ પ્રથમ ઘટના હતી.

પિયુષભાઇ પોલીસને મોબાઇલમાં પુરાવા બતાવતા હતા
રૂા.1.12 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરેલ પિયુષભાઇ ગર્ગ મૂળ અાગ્રાના છે. તેઅો નોકરી સાથે વેપાર પણ કરે છે. તેમની બદલી અમદાવાદ ખાતે થતાં ટ્રેનમાં પોતાની સાથે અધધ રૂા.78 લાખ જેટલા રોકડા રૂપિયા સાથે મુસાફરી કરતાં હતા. રેલવે પોલીસની તપાસમાં કુલ રૂા.1.12 કરોડના મુદ્દામાલ સાથે તેમની અટકાયત કરવામાં આવી હતી. પિયુષભાઇ તેમના પુરાવા પોલીસને મોબાઇલમાં બતાવતા હતા. પરંતુ પોલીસને પુરાવા સંતોષકારક લાગ્યા ન હતા. જેને લઇને અાટલી મોટી રકમ હવાલાની છે કે પછી કોઇ અન્ય રીતે મેળવ્યા છે તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...