તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાત:ગોધરા પાલિકાની 35 દુકાનદારને નોટિસ છતાં તેઓ ભાડું ભરતા નથી

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નગરજનો પાસેથી રૂા.10.66 કરોડના વેરા ઉઘરાણી બાકી
 • ગોધરા પાલિકાની શોપિંગ સેન્ટરોમાં કુલ 715 જેટલી દુકાનો

ગોધરા નગરપાલિકાની મુખ્ય આવક મિલ્કત વેરાની હોય છે. અગાઉની પાલિકાએ ગત વર્ષે ફક્ત 46 ટકા જેટલી રકમની વસૂલાત કરવામાં આવી હતી.હાલ ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજય સોનીના હાથમાં પાલિકાનો કારભાર આવતાં પાલિકાની ગોધરા શહેરમાંથી વેરાના બાકી પેટે રૂપિયા 10.66 કરોડ રકમની ઉઘરાણી બાકી બોલે છે. જેમાં અગાઉના વર્ષના 7.53 કરોડ અને ચાલુ વર્ષના 3.12 મળીને કુલ રૂપિયા 10.66 કરોડના વેરા વસૂલાત બાકી નીકળતાં પાલિકા પ્રમુખે શહેરીજનોને વહેલી તકે ઘર વેરો ભરવાની અપીલ કરવામાં આવી હતી.

જ્યારે ગોધરા નગરમાં પાલિકાના દ્વારા અલગ અલગ શોપિંગ સેન્ટરમાં કુલ 715 જેટલી દુકાનો આવેલી છે. જે તે સમયે પાલિકાએ દુકાનો ભાડે આપી હતી અને દુકાનદારો પાસેથી પાલિકા નજીવા રૂપિયા 300થી લઇને રૂપિયા 900 જેટલું ભાડું વસૂલે છે. આટલું નજીવું ભાડું હોવા છતાં પાલિકાની માલિકીની દુકાનના દુકાનદારો પાલિકાને ભાડું ચુકવતા નથી. જેને લઇને પાલિકા દ્વારા 5 હજારથી વધુ ભાડું ચઢી ગયું હોય તેવા 35 દુકાનોના ભાડુઆતોને ભાડું ત્રણ દિવસમાં ભરી જાવ નહિ તો કાર્યવાહી કરવાની નોટિસ આપવા આવી હોવા છતાં દુકાનદારો નગર પાલિકામાં ભાડાની રકમ જમા જ કરાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો