તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરના ઉપદ્રવ:કોરોના બાદ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો કહેર, શહેરી વિસ્તારોમાં સૌથી વધુ કેસ

ગોધરા/દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 177 ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા
  • આરોગ્ય વિભાગની ટીમોનું ગામેગામ સર્વેલન્સ શરૂ
  • દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેમની પણ સારવાર શરૂ

પંચમહાલમાં 15 દિવસમાં ડેન્ગ્યૂના 19 કેસ, સાૈથી વધુ ગોધરામાં મળ્યા, 15 દિવસમાં વાઇરલ ફીવરની 3000 લોકોની સારવાર
પંચમહાલ જિલ્લામાં મચ્છરના ઉપદ્રવ સાથે કહેર વર્તાવતાં જિલ્લામાં મચ્છરજન્ય રોગના દર્દીઅોનો રાફડો ફાટયો છે. જિલ્લામાં વરસાદ નહિવત પડયો છે. પણ મચ્છરોઅે કહેર વરસાવતાં ગત વર્ષે શાંત રહેલો ડેન્ગયુઅે માથુ ઉચકતાં જિલ્લામાં સરકારી ચોપડે 19 ડેન્ગ્યુના કેસ નોધાતા અારોગ્ય વિભાગ દોડતું થયું છે. અેક બાજુ કોરોનાની ત્રીજી સંભવિત લહેરની તૈયારીઅોમાં લાગ્યા છે. ત્યારે જિલ્લામાં મચ્છરજન્ય રોગનો વાવળ થતાં અારોગ્ય વિભાગની ટીમો ગામે ગામે સર્વેલન્સ કરાવી રહી છે.

દવાનો છંટકાવ અને મકાનોમાં ચોખ્ખા પાણી ભરેલા સાધનો ખાલી કરાવીને ડેન્ગ્યુના અેડીસ મચ્છરનો નાશ કરવા ફોગીગ કરાવી રહ્યા છે. ત્યારે જિલ્લો ડેન્ગ્યુના ભરડામાં સપડાઇ જતાં પ્રાથમીક અારોગ્ય કેન્દ્રો દર્દીઅોથી ઉભરાઇ રહ્યા છે. જિલ્લામાં ગોધરામાં 15, હાલોલમાં 2, કાલોલમાં 1, ઘોઘંબામાં 1 ડેન્ગ્યુના કેસ મળી અાવ્યા છે. જેમાં સાૈથી વઘુ ગોધરા શહેરમાં 15 કેસ મળી અાવ્યા છે. ગોધરા શહેરમાં અન્ય શંકાસ્પદ ડેન્ગ્યુના અનેક દર્દીઅો ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી રહ્યા છે. જીલ્લામાં અારોગ્ય વિભાગે 177 શંકાસ્પદ ડેન્ગ્યુના અને ચિકનગુનીયાના સેમ્પલ લીધા છે.

જેમાં 149 ડેન્ગ્યુના અને 28 ચીકનગુનીયાના સેમ્પલ સામેલ છે. જેમાથી 19 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ નોધાયા છે. જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળા ફેલાતાં જિલ્લાના સરકારી અને ખાનગી દવાખાનાઅો વાઇરલ ફીવરથી ભરાઇ ગયા છે. અાશરે જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં વાઇરલ ફીવરના 3 હજારથી વઘુ દર્દીઅો સારવાર લીધી હતી.

ત્યારે ગોધરા શહેરમાં 15 જેટલા ડેન્ગ્યુના કેસ મળી અાવતાં પાણીજન્ય અેડીસ પ્રજાતિના મચ્છરનો નાશ કરવા ગંદકી અને ચોખ્ખા પાણીનો ભરાવો કરવો નહિ તેવી સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. જિલ્લાને મચ્છરજન્ય રોગ ભરડામાં લઇ લેતાં અારોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઇ છે. તંત્ર દ્વારા ઠેરઠેર મચ્છરના એપી સેન્ટર શોધી તેને નાબૂદ કરવાની કાર્યવાહી કરાઇ છે.

સૌથી વધુ કેસ ગોધરામાંથી મળ્યા
જિલ્લામાં 19 ડેન્ગ્યુના કેસમાં સાૈથી વઘુ ગોધરા શહેરમાંથી 15 દર્દીઅો મળી અાવ્યા છે. જેમાં સરકારી ચોપડે ખાડી પ્રા.અારોગ્ય કેન્દ્રમાં 9, પટેલવાડા પ્રા.કેન્દ્વમાં 2, સાતપુલ પ્રા.કેન્દ્રમાં 2 અને રૂરલ વિસ્તારમાંથી 2 ડેન્ગ્યુ કેસ નોધાયો છે. ભુરાવાવ, અાઇટીઅાઇ પાછળ, સોનીવાડા, કાછીયાવાડ સહીતના વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુના દર્દીઅો ની સંખ્યા વધારે હોવાથી ગંદકી દુર કરવા અને મેડીકલ ટીમો મોકલીને સર્વેની તાતી જરુર છે.

શંકાસ્પદ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા 177 કેસ

તાલુકોકેસ
મોરવા(હ)4
શહેરા20
ગોધરા70
હાલોલ39
કાલોલ28
ઘોઘંબા7

દાહોદમાં ડેન્ગ્યૂના 32 કેસ નોંધાયા, 2 વિસ્તારમાં સંવેદનશીલ કાર્યવાહી, ખાનગી લેબના રિપોર્ટમાં લોકોને ડેન્ગ્યૂ હોવાની ભીતિ
જિલ્લામાં હાલમાં ડેન્ગ્યૂના દર્દીઓ વધી રહ્યા હોવાથી ચિંતાનું વાતાવરણ ઉભુ થયુ છે. જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં તંત્રના ચોપડે ડેન્ગ્યુના 32 કેસ નોંધાયા છે. તેમાં દાહોદ શહેર પણ ભરડામાં હોવાથી અહીંના મોટા ઘાંચીવાડા અને ગોવિંદ નગર તેમજ તેની આસપાસના વિસ્તારને ડેન્ગ્યૂ સંવેદનશીલ ગણીને કામગીરી હાથ ધરાઇ છે. ઝાલોદ અને દેવગઢ બારિયા નગરમાં પણ કેસો વધવાની ભીતિના પગલે સર્વેલન્સ શરૂ કરાયુ છે.
દાહોદ જિલ્લામાં કોરોનાની મારથી લોકો ઉભર્યા નથી ત્યારે ડેન્ગ્યુ હવે પગપેસારો કરી રહ્યો છે.

જિલ્લાના શહેરી વિસ્તાર ગણાતા દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં સ્થિતી આગામી દિવસોમાં વિસ્ફોટક બને તેવી દહેશત વ્યક્ત થઇ છે. અગમચેતીના પગલા રૂપે મેલેરિયા વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ જે દર્દી મળી આવ્યા હોય તેમના કોન્ટેક પર્સનને સારવાર આપવાની કામગીરી કરાઇ રહી છે. પરંતુ તે વચ્ચે ડેન્ગ્યુના દર્દી વધી રહ્યા છે. તંત્રના ચોપડે હાલમાં ડેન્ગ્યુના 32 કેસ નોંધાયા છે. તંત્ર અલાઇઝા ટેસ્ટને જ માન્ય ગણે છે પરંતુ ખાનગી લેબના રિપોર્ટમાં સંખ્યાબંધને ડેન્ગ્યુ આવ્યો હોવાનું ચર્ચાય છે. મોટા ઘાંચીવાડા અને ગોવિંદનગર પાસેના વિસ્તારોમાંથી કેસ મળતાં ડેન્ગ્યુ સંવેદનશીલ ગણીને કામગીરી કરાઇ રહી છે.

55 કર્મચારીઓની ટીમ કામે લગાવાઇ
ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુનો વધુ પ્રકોપ છે. શહેરી વિસ્તારો દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયામાં ડેન્ગ્યુને નાથવા માટે વિભાગ દ્વારા વેક્ટર કંટ્રોલ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં દાહોદમાં 30, દે.બારિયામાં 15 અને ઝાલોદમાં 10 લોકો રોગચાળો ન ફેલાય તે માટેની કામગીરી કરી રહ્યા છે.

2019માં ડેન્ગ્યૂના 560 કેસ હતા
વર્ષ 2019માં દાહોદ જિલ્લાના કુલ 560 કેસો પૈકી એકલા દાહોદ શહેરના 293 કેસો હતાં. હાલમાં આવી પરીસ્થિતિનું સર્જન ન થાય તે માટે ઝાલોદ, દાહોદ અને દેવગઢ બારિયા ઉપર ફોકસ કરાયુ છે. આ વર્ષે મોટા ઘાંચીવાડા સાથે ગોવિંદ નગર અને તેની આસપાસના વિસ્તારમાથી દર્દીઓ મળી આવ્યા હોવાથી આ વિસ્તારોને સંવેદનશીલ ગણીને વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બહારગામથી આવતી વ્યક્તિને 3થી 5 દિવસનો તાવ હોય તો મૃત્યુથી બચવા માટે ટેસ્ટ કરાવી તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે. - અતિત ડામોર, ડીએમઓ, દાહોદ

અન્ય સમાચારો પણ છે...