તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ગોધરામાં પરંપરાગત રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા કાઢવા મંડળોની માંગ

ગોધરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના સરદારનગર ખંડમાં ગણેશ મંડળોના આયોજકો અને વહીવટીતંત્રની મીટીંગ યોજાઇ - Divya Bhaskar
ગોધરાના સરદારનગર ખંડમાં ગણેશ મંડળોના આયોજકો અને વહીવટીતંત્રની મીટીંગ યોજાઇ
  • સરકારની ગાઇડ લાઇન મુજબ ગણેશજીનો તહેવાર ઉજવાશે
  • ગોધરામાં 450 જેટલી ગણેશ મૂર્તીઅોની સ્થાપના થાય છે

ગોધરા શહેરનો સૌથી મોટો તહેવાર અેટલે ગણેશઉત્સવ. ગણેશ ઉત્સવમાં નાનાથી લઇને મોટેરાઅો જોડાઇને તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરે છે. દર વર્ષ શહેરમાં 450થી વઘુ ગણેશ મુર્તિની સ્થાપના કરવામાં અાવે છે.ગત વર્ષે કોરોના મહામારીને કારણે ઉત્સાહભેર ગણેશ ઉત્સવ યોજાયો ન હતો. પણ અા વર્ષે કોરોના કેસમાં ધટાડો અાવતાં રાજય સરકારે ગણેશ ઉત્સવ સરકારને ગાઇડ લાઇન મુજબ ઉજવવાની જાહેરાત કરી છે. જે અંગે ગોધરા શહેરમાં બુધવારે સરદાર નગર ખંડ ખાતે ગણેશ મંડળ અાયોજકો, ડીવાયઅેસપી, ગોધરા અેસડીઅેમ, ગોધરા અે અને બી ડીવીઝન પીઅાઇ સાથે મીટિંગ યોજાઇ હતી.

મીટિંગમાં વહીવટી તંત્રઅે સરકારની ગાઇડ લાઇન મુજબ ગણેશ મહોત્સવ ઉજવવાનું જણાવીને ગણેશ વિસર્જન માટે પાલિકા અલગ વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવશે. ગણેશ પંડાલમાં ડી.જે કે મ્યુઝિક સિસ્ટમ મુકી શકાશે નહિ. ગણેશ પંડાલોમાં ગોળ કુડાળા કરીને દર્શન કરવા, અારતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. સરકારે અગાઉથી જાહેર સ્થળે 4 ફુટની ગણેશજીની મુર્તિની સ્થાપના કરવાની મંજુરી અાપી છે. પણ ગણેશ અાગમન અને વિસર્જન વખતે ડી.જે વગાડી શકાશે નહી.

તેમજ પંડાલમાં સાસ્કૃતિ કાર્યક્રમ યોજાશે નહિ તેમ જણાવ્યું હતુ. ત્યારે ગણેશ મંડળોના અાયોજકોઅે ગણેશ વિસર્જન યાત્રા પરંપરાગત રુટ પર નીકળે તેવી માંગણી કરી હતી. ત્યારે વહીવટી તંત્રઅે કલેકટરને વાત કરીને જણાવીશુ તેમ કહીને મીટિંગ પુર્ણ થઇ હતી. ત્યારે ગોધરા શહેરની અાનબાન અને શાન અેવા ગણેશ મહોત્સવમા વિસર્જન યાત્રા નીકળે છે કે નહિ તે અાજે મળનારી મીટિંગમાં નક્કી થશે તેમ લાગી રહ્યું છે.

યાત્રા ડીજે વગર કાઢવા તૈયારી બતાવી
ગણેશ મહોત્સવની મીટીંગ પુર્ણ થયા બાદ ગણેશ મંડળોના અાયોજકોઅે મીટીંગ કરી હતી. મીટીંગમાં અાયોજકો સરકારની ગાઇડ લાઇન મુજબ ગણેશ મહોત્સવ ઉજવવા સંમત થયા હતા. પણ તમામ ગણેશ મંડળોઅે દર વર્ષે નીકળતી ગણેશ વિસર્જન યાત્ર પરપરાગત રૂટ પરથી નીકળે તેવા અેક સુરની માંગણી કરી હતી. વિસર્જન યાત્રામાં ડી.જે વગર ફક્ત ગણેશ મુર્તિ સાથેના વાહન સાથે કાઢવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...