તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પંચમહાલ જિલ્લામાં નેશનલ કોરિડોર પર બનતી હોટલ-પેટ્રોલપંપનું સંચાલન અસરગ્રસ્ત ખેડૂતોને આપવા માગ

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેશનલ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો માટે રોજગારીની માગ
  • કોરિડોર માટેની સંપાદિત જમીનના વળતરમાં ભેદભાવ રાખ્યો હોવાનો આક્ષેપ
  • 100 મીટરને બદલે 300 મીટર જમીન સંપાદિત કરી હોવાની રજૂઆત

ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઈ વચ્ચેનો નેશનલ કોરિડોર પંચમહાલ જિલ્લામાંથી પસાર થવાનો છે. આ નેશનલ કોરિડોરના નિર્માણ માટે ગોધરા, હાલોલ અને કાલોલ તાલુકાના મોટાભાગના ખેડૂતોની ખેતીની જમીન તેમજ તેમના ઘર પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંપાદિત કરાઇ રહ્યા છે.

જમીન સંપદાનના પ્રથમ સર્વેની કામગીરી હાથ ધરતાની સાથે જ જમીન માલિકો- ખેડૂતો દ્વારા કામગીરી અને નેશનલ કોરિડોરના નિર્માણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના આક્રોશને ધ્યાને લઈને સરકાર દ્વારા શરૂઆતમાં જમીનના સરકારી ભાવના 4 ગણું વળતર ચુકવવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે હાલમાં જમીન સંપદાનની કાર્યવાહીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ઓછું વળતર આંકવામાં આવતા તેમજ શરૂઆતના જાહેરનામા મુજબ 100 મીટર જમીન સંપાદિત કરવામાં આવનાર હોવાનું જણાવી હાલ 300 મીટર જમીન સંપાદિત કરવામાં આવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતો એ પણ માગણી કરી રહ્યા છે કે આ જ હાઈવેના નિર્માણ માટે નવસારી જિલ્લાના ખેડૂતોને ઉચ્ચક ઊંચું વળતર આપવામાં આવ્યું છે. જે વળતર પંચમહાલ જિલ્લા તેમજ ગુજરાતના તમામ અસરગ્રસ્તોને આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

તો બીજી તરફ હાલમાં આ નેશનલ કોરિડોર પર પેટ્રોલ પમ્પ, દવાખાનું તેમજ હોટેલના નિર્માણ માટે પણ વધારાની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે ત્યારે પેટ્રોલ પમ્પ તેમજ હોટેલનું સંચાલન આવા અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવે તેવી પણ માગ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો