તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોધરાના શિક્ષકોના પગારમાં વિલંબ સામે તપાસની માગ

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા TDOની સહીના કારણે વિલંબ થયો : શિક્ષણ વિભાગ

ગોઘરા તાલુકામાં 333 પ્રાથમીક શાળાઅોમાં 1876 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. તેઅોના પગારની ગ્રાન્ટ સરકારે 29 મેના રોજ જિલ્લા શિક્ષણાધીકારીની કચેરીમાં જમા થઇ ગયેલી હતી. સરકારે ગ્રાન્ટ ફાળવવા છતાં 12 દિવસ જેટલો લાંબો સમય થયેલ હોવા છતાં પણ અાજ દિન સુઘી ગત માસનો પગાર શિક્ષકોને મળેલો નથી. તેવી લેખીત રજુઅાત જિલ્લા પંચાયતના દંડક અરવીંદસિંહ પરમારે કરી હતી. રજુઅાતમાં અાક્ષેપ કર્યો હતો કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીની મોનીટરીંગનો અભાવ તથા નિષક્રીયતાને કારણે સમયસર પગાર થયેલો નથી.

જેના કારણે પ્રાથમીક શિક્ષકોમાં સરકાર પ્રત્યે નારાજગી ઉદભવી રહી છે. પગાર ન થતાં શિક્ષકોઅે લીધેલી લોન નિયમીત ન ભરાવાથી તેઅોને વ્યાજ સહિત પેનલ્ટી ભરવાની થયા છે. જેથી પ્રાથમિક શિક્ષકોને હેરાન થવુ પડે છે. જેથી ગ્રાન્ટ હોવા છતાં 1876 શિક્ષકો પગારથી વંચિત રહી ગયા છે. અને સામે લેખીત રજુઅાતમાં પગાર સમયસર કરેલો નથી. તેની તપાસ કરાવી જવાબદારો સામે પગલા લઇ પ્રાથમીક શિક્ષકોનો પગાર કરવાનો હુકમ થાય તેવી રજુઅાત જિલ્લા વિકાસ અધીકારીને કરી હતી. જયારે શિક્ષણ વિભાગે પગારના વિલંબનું કારણ તાલુકા કચેરીમાં નવા ટીડીઅો અાવતા સહીના નમુનાને લઇને પગાર સમયસર ચુકવાયો નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...