તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ગોધરા સિવિલમાં સિટી સ્કેન મશીનની સુવિધા આપવા માગ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાએ ગોધરા કોવિડ સેન્ટરની મુલાકાત લીધી

પંચમહાલ જિલ્લામાં વધી રહેલ કોવિડ-19ના દર્દી અને તેમના કુટુંબીજનોની મુશ્કેલી સમસ્યા અને વહીવટી તંત્રનો સાથ સહયોગ વેન્ટિલેટર, ઓક્સિજન, ઈન્જેક્શન, દવાઓની પરિસ્થિતિ વિગેરે બાબતોની માહિતી મેળવવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ ગોધરા ખાતે સિવિલની મુલાકાત લીધી હતી. તેઓએ કલેક્ટર તથા વહીવટીતંત્રના કોરોના કામની પ્રસંસા કરી હતી.

કોવિડ સેન્ટર, નર્સિંગ હોમની મુલાકાત લઈ દર્દીઓ-પરિવારજનો,સિવિલ ડોકટર, સ્ટાફને મળી હાલની સ્થિતિની સમીક્ષા કરી ચર્ચા વિચારણા કરી સમસ્યા નિવારવા ઉચ્ચ સ્તરે રજૂઆત સાથે સહયોગ આપવાની વાત કરી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટ્ટી, રફીક તિજોરી સહિત કાર્યકરો પણ તેમની સાથે સિવિલની મુલાકાત લીધી હતી. ગોધરા સિવિલમાં સીટી સ્કેન મશીનની પણ સુવિધા ન હોય તે ઉપલબ્ધ કરાવવા કરી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...