તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલ જિલ્લામાં સ્ફોટક સ્થિતિ:ગોધરા કોવિડ સેન્ટરમાં છેલ્લા 24 કલાકમાં 4 સહિત 10 દિવસમાં કોરોનાના 13 દર્દીનાં મોત

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગોધરાના કબ્રસ્તાનમાં કોરોનાના મૃતક દર્દીની દફનવિધિ કરવામાં આવી હતી. - Divya Bhaskar
ગોધરાના કબ્રસ્તાનમાં કોરોનાના મૃતક દર્દીની દફનવિધિ કરવામાં આવી હતી.
 • ગોધરા શહેરમાં કોરોના પકડથી દૂર થતાં 14 કેસ મળી આવ્યાં
 • જિલ્લામાં નવા 25 પોઝિટિવ કેસ, કુલ 4362 કેસ, 28 સાજા થયા

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં 5 દિવસમાં 119 કોરોના કેસ નોધાયા છે. સોમવારથી શુક્રવાર સુધી 119 કેસ મળી આવતાં કોવિડ સેન્ટર દર્દીઓથી ઉભરાતાં હાલોલની તાજપુરા ખાતે ખસેડાયા હતા. જયારે નવુ કોવિડ સેન્ટર ગોધરા નર્સીગ કોલેજ ખાતે ચાલુ કરવાની કામગરી શરૂ કરી દીધી છે. ત્યારે કોવિડ સેન્ટરમાં કોરોના ગંભીર દર્દીઓના મોતનો સિલસોલો યથાવત રહેતા વહીવટી તંત્ર લાચાર બન્યું હતુ. શુક્રવારે વધુ 4 કોરોના દર્દીઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામતાં તેઓની અંતિમ વિધિ સેવાભાવી હનીફ કલંદર તથા તેમની ટીમે કરી હતી.

આમ છેલ્લા 10 દિવસમાં કોરોનાના 13 દર્દીઓ મૃત્યુ પામતાં ખળભળાટ મચ્યો હતો. બીજી લહેરમાં કોરોનાના કેસની સાથે મૃત્યુ આંકમાં મોટો ઉછાળો આવતા કોવિડ સેન્ટરના તબીબ ચિંતિત બન્યા હતા. કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કોરોના દર્દીઓના મૃત્યુ આંક વધી રહ્યો છે.

જ્યારે 10 દિવસમાં 13 દર્દીના મોતના આંકડાને આરોગ્ય વિભાગના મૃત્યુ આંકમાં ફક્ત બે કોરોના દર્દીઓને નોન કોવિડમાં સમાવ્યા છે. આમ ગોધરાના કોવિડ સેન્ટરમાં દર્દીઓના મોતનાે આંકડો બુલેટ ટ્રેનની ઝડપે વધતાં તંત્રે મોતના આંકને કાબુ લાવવા પંગલા ભરવા જોઇએ તેવી માંગ થઇ છે. જિલ્લા કલેકટરે જિલ્લામાં કોરોના કેસ અને મૃત્યુ આંક વધતાં આરોગ્ય કર્મીઓ સાથે બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જિલ્લામાં 25 કેસ સાથે કુલ આંક 4362, શિક્ષણ વિભાગના 4 કર્મી કોરોનાગ્રસ્ત
પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવના 25 કેસ નોંધાતાં અત્યાર સુધી કુલ 4362 કેસ થયા હતા. બીજી લહેરમાં શાળાઓ શરૂ થતાં અત્યાર સુધી શાળાઓના 23થી વધુ શિક્ષકો કોરોનાગ્રસ્ત બન્યા હતા. ત્યારે ગોધરાની તેલંગ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલા ઉ.મા. અને મા.શિક્ષણ વિભાગની કચેરીના 2 એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, એક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને એક ક્લાર્ક કોરોના પોઝિટિવ આવ્યા છે. શુક્રવારે ગોધરા શહેરમાંથી 14, હાલોલમાંથી 7 તથા કાલોલમાંથી 3 કેસ નોધાતાં કુલ 24 કેસ સાથે શહેરી વિસ્તારમાંથી 3260 કેસ મળ્યા હતા. જયારે ગોધરા ગ્રામ્યમાંથી કોરાનાનો ફક્ત 1 કેસ મળી આવતાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1102 કેસ નોધાયા હતા. શુક્વારે 28 દર્દીઓ સાથે જિલ્લામાં 4020 ને રજા અપાઇ હતી. કુલ 199 સક્રિય કોરોના દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોવિડથી 69 અને નોન કોવિડથી 73 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

ગોધરાની આદમ મસ્જિદના બંધ અલ હયાત કોવિડ સેન્ટરને ફરીથી ચાલુ કરવા રજૂઆત
ગોધરાની આદમ મસ્જિદમાં બનાવેલા અલ હયાત કોવિડ સેન્ટરમાં છેલ્લા 8 માસમાં 3000થી ઉપરાંત કોરોના દર્દીઓએ સારવાર લીધી હતી. અલ હયાત કોવિડ સેન્ટરમાં લઘુમતી સમાજના ડોકટર જુબેરભાઈ મામજી તથા ડો.અનવર કાચબા અને વહીવટી સ્ટાફે માનદ સેવા આપી હતી. પરંતુ 2 માસથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટવાથી દોઢ માસથી અલ હયાત કોવિડ સેન્ટર DCHCને બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. હાલ કોરોનાના કેસ વધતાં ગોધરા સામાજિક કાર્યકર રમજાની જુજારાએ જિલ્લા કલેકટરને અલ હયાત કોવિડ સેન્ટરને ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો