સન્માન:ડેમલી ઉત્તર બુનિ. હાઇસ્કૂલના શિક્ષક માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે એજ્યુકેશનલ અંતર્ગત ધો. 9 અને 10 શોર્ટ ફિલ્મો પણ બનાવવામાં આવી છે

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ખાતે ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના શિક્ષક ઈન્દ્રવદન નાથાલાલ પરમાર સમગ્ર શિક્ષણ જગતમાં તમામ સારસ્વતગણ તથા ભારત વર્ષના વણકર સમાજમાંથી ખૂબ મોટુ કહી શકાય એવો આ શિક્ષણ જગતનાં વિશિષ્ટસન્માન અર્થાત માનદ ર્ડોક્ટરેટ એવોર્ડ 2021નું સન્માનપ્રાપ્ત થયેલ છે.

માનદ ડોક્ટર એવોર્ડએ શિક્ષકની સમગ્ર 32 વર્ષની શિક્ષણ જગતમાં આપેલ શૈક્ષણિક સેવાઓની કામગીરી તથા જાહેર રજાના દિવસોએ કરવામાં આવેલી ઉમદા કામગીરીઓ જેમાં દાન અને સામાજિક સેવાઓની પ્રવૃત્તિ તથા શિક્ષણ જગતમાં કરેલ નવતર પ્રયોગ, કોરોના કાળ દરમિયાન કરેલ કરી રહેલ એજ્યુકેશનલ અંતર્ગત ધોરણ 9 અને 10 શોર્ટ ફિલ્મોના નિર્માણ નાટ્ય લેખન તથા યુટ્યૂબ ચેનલ પર મૂકવામાં આવેલી તેમની અનેકવિધ રચનાત્મક સેવાઓ અને ફિલ્મો અભિનય તથા એજ્યુ.ઇનોવેશન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરીઓ, ગાયત્રી પરિવારમાં ધર્મ ક્ષેત્રે અપાતાં નિઃશુલ્ક વિવિધ પ્રકારની કામગીરી માટે બૌદ્ધિક તથા પ્રતિભા યોગદાન જન ઉત્થાનના સામાજિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યો ભૂકંપ અને હોનારત સમયે કરેલી ઉમદા કામગીરી તથા 2019માં પંચમહાલ જિ.ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ અનેક વિધ તાલુકા જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...