તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતને રોવાનો વારો:તાઉતેથી 502 હેક્ટર પાકને નુકસાન, છતાં સહાય નહિ

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી નિયમ મુજબ 33 ટકા કરતા વઘુ નુકસાનીવાળા જ સહાયના હકદાર, અન્ય ખેડૂતને નુકસાન
  • પંચમહાલમાં વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો અંદાજ કાઢવા 15 સભ્યોની ટીમનો સર્વે

રાજયમાંથી તાઉતે ચક્રવાત પસાર થતાં રાજયમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. વાવાઝોડાની અસરથી પંચમહાલ જિલ્લામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાથી જિલ્લામાં નહિવત અસર સાથે નુકસાન થયું હતું. તાઉતે વાવાઝોડાની ખેતીના પાકની નુકસાની કાઢવા 15 સભ્યોની ટીમે સર્વે કર્યો હતો.

સર્વેમાં જિલ્લામાં તમામ સાત તાલુકામાં 502 હેકટરમાં નુકસાની થઇ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારના નિયમ મુબજ અસરગ્રસ્ત વિસ્તારમાં 33 ટકા કરતા વઘુ નુકસાની થાય તેને સરકારી સહાય મળી શકે તેમ છે. જ્યારે જિલ્લામાં થયેલ સરકારી સર્વેમાં પવનના કારણે બાજરી, મગ અને ડાંગરના પાકને 10થી 15 ટકા નુકસાન થયું હોવાનો રિપોર્ટમાં જણાવેલ છે. જેથી નિયમ મુજબ 33 ટકાથી ઓછુ નુકસાન હોવાથી સરકારી સહાય મળવા પાત્ર ન હોવાની અસરગ્રસ્ત ખેડૂતને સહાય મળી શકશે નહિ. કુદરતી વાવાઝોડાથી ખેતરના 15 ટકા જેટલા પાકને નુકસાન થયું હોવા છતાં લાચાર ખેડૂતને કોઇ સહાય ન મળતા આખરે ખેડૂતને રોવાનો વારો આવ્યો છે.

સરકારીના નિયમની આંટાઘૂંટીના લીધે જિલ્લામાં 502 હેક્ટરમાં વાવાઝોડાથી નુકસાન થયું હોવા છતાં સહાય નહિ મળે. જિલ્લામાં ફિસ્ડ સ્ટાફના સર્વેમાં કુલ 113 ગામોમાં અસર થઇ હતી. જેમાં સૌથી વધુ ગોધરા તાલુકાના ખેડૂતને થઇ હતી. ત્યારે રાજ્ય સરકારે સહાય જાહેર કરી પણ નિયમોને આધિન ખેતીવાડી અધિકારી જિલ્લાના અરસગ્રસ્ત ખેડૂતને સહાય ચુકવી શકશે નહિ.

33 ટકાથી ઓછું નુકસાન હોઇ સહાય મળી શકે તેમ નથી
જિલ્લામાં ફિસ્ડ સ્ટાફ દ્વારા જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સર્વે કરાવતા સાત તાલુકામાંથી 502 હેક્ટરમાં ખેતીના પાકને નુકસાની થયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ભારે પવનથી ઢળી પડતાં પાકને આશરે 10થી 15 ટકા નુકસાની જોવા મળેલ છે. આમ પ્રાથમિક તપાસમાં અરસગ્રસ્ત વિસ્તારમાં 33 ટકા ઓછુ નુકસાન થયું હોવાથી સહાય મળી શકે તેમ નથી. >જે.ડી.ચારેલ, ખેતીવાડી અધીકારી

તાઉતે વાવાઝોડાથી તાલુકા પ્રમાણેનું નુકસાન

  • મોરવા(હ) તાલુકાના 11 ગામમાં કુલ 15 હેક્ટરમાં પાકને નુકસાન​​​​​​​
  • ગોધરા તાલુકાના 36 ગામમાં કુલ 170 હેક્ટરમાં પાકને નુકસાન
  • શહેરા તાલુકાના 23 ગામમાં કુલ 93હેક્ટરમાં પાકને નુકસાન
  • કાલોલ તાલુકાના 15 ગામમાં કુલ 58 હેક્ટરમાં પાકને નુકસાન
  • હાલોલ તાલુકાના 11 ગામમાં કુલ 52 હેક્ટરમાં પાકને નુકસાન
  • ઘોઘંબા તાલુકાના 13 ગામમાં કુલ 65 હેક્ટરમાં પાકને નુકસાન
  • જાંબુઘોડા તાલુકાના 1 ગામમાં 7 હેક્ટરમાં પાકને નુકસાન
અન્ય સમાચારો પણ છે...