તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાના કેસ વધતાં ગોધરા સિવિલમાં દૈનિક 500 કિલો ઓક્સિજનનો વપરાશ

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડના વેન્ટિલેટર દર્દીઓથી ભરાયા : દર્દીઓ વધતાં ઓક્સિજનનો ઉપયોગ વધ્યો
 • શનિવારે બે કોરોનાગ્રસ્ત દર્દીઓને સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા

કોરોનાની બીજી લહેર શરૂ થતાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોના દર્દીઓની સંખ્યા વધતાં કોવિડ હોસ્પટલોમા દર્દીઓ દાખલ થવાની સંખ્યામા પણ વધારો થયો છે. ગોધરાના કોવિડ સેન્ટરમાં આવેલા 10 વેન્ટિલેટર પર ગંભીર પરિસ્થીતિવાળા દર્દીઓથી ફુલ થઇ ગયા છે.વેન્ટિલેટર પર સતત કોરોના દર્દીઓને ઓકસીજન આપી રહ્યા છે. કોવિડમાં પહેલા રોજના 30 જમ્બો ઓકસીજના બોટલોનો વપરાશ થતો હતો. હાલ રોજના 70 થી 80 ઓકસીજનના જમ્બો સીલીન્ડરનો વપરાશ થઇ રહ્યો છે. આમ ગોધરા સિવિલ હોસ્પિલમાં દર્દીઓની સંખ્યા વધતાં દૈનીક 500 કિલો ઓકસીજનનો વપરાશ થઇ રહ્યો છે. સિવિલમાં રોજ 70 થી 80 જમ્બો સીલીન્ડર ભરેલો ગાડી ડીલેવરી કરી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતાં હોસ્પીટલોમાં દર્દીઓથી ભરાતાં પહેલા કરતાં 30 ટકા વધુ ઓકસીજનનો વપરાશ વધ્યો છે. જેથી કોરોનાથી બચવા માસ્ક અને સોસીયલ ડીસ્ટન્સ રાખવું હીતકારી છે.

મોતના આંકડાને છુપાવવાનો ખેલ
પંચમહાલમાં કોરોના વાવડ વધતાં કોરોના દર્દીઓનું સારવાર દરમ્યા નમોત થયા છે. તેવા દર્દીઓને સેવાભાવી હનીફ કલંદર તથા તેમની ટફમ દ્વારા નાત જાત દેખ્યા વગર તેઓનો અગ્નીદાહ સન્માન સાથે કરે છે. ટીમે બે કોરોના દર્દીઓનું સ્મશાનમાં અગ્નીદાહ કર્યા હતા. બે દર્દીઓના મોત હોવા છતાં સરકારી ચોપડે એક પણ મોત બતાવ્યું નથી. ઓડિટ રીપોર્ટ આવ્યા બાદ મોતને કોવિડ ગણવુ કે નોન કોવિડ ગણવું તે નક્કી કરશે તેમ કહીને આંકડાને છુપાવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો