તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ગૌમાંશની તસ્કરીની શંકાએ વેજલપુરમાં છાપો મારવા ગયેલ પોલીસ પર ટોળાનો પથ્થરમારો

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલોલ તાલુકાના વેજલપુરના પ્લોટ વિસ્તારમાંં પોલીસ પર થયેલા હુમલા બાદ આરોપીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કાલોલ તાલુકાના વેજલપુરના પ્લોટ વિસ્તારમાંં પોલીસ પર થયેલા હુમલા બાદ આરોપીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
  • પથ્થરમારો કરી માંસ સાથેની સેન્ટ્રો છોડાવી ગયા આરોપીઓ શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
  • પ્લોટ વિસ્તારમાં ગૌ માસની હેરાફેરીની બાતમી મળતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ
  • સ્થાનિક પોલીસ, LCB, SOG ગોધરા એ, બી ડિવિઝનનો સ્ટાફ જોડાયો હતો

વેજલપુરના પ્લોટ વિસ્તારમાં ગાૈ વંશનું કટીંગ કરી તેનુ માસ સેન્ટ્રો કારમાં ભરીને લઇ જવામાં આવી રહ્યુ છે. આની બાતમી વેજલપુર પોલીસ મથકના પોસઇ બી ડી ચાૈધરીને મળતા સ્થળ પર છાપો મારવા સ્ટાફ સાથે પહોચ્યા હતા. પોલીસ આવતા લોકોમાં નાસમભાગ મચી ગઇ હતી. જેને લઇને આરોપીઓ નાસી છુટ્યા હતા. પોલીસે સ્થળ પરથી માંસ સાથેની લોક કરેલ સેન્ટ્રો કારને જપ્ત કરી સરકારી વાહન સાથે ટોચન કરી લઇ જતા હતા. ત્યારે વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. ગાડી છોડાવવા માટે પોલીસ પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો.

પથ્થરમારામાં વેજલપુરના પોસઇ ચાૈધરીને પગે ઇજા પહોચી હતી. તકનો લાભ લઇ સરકારી વાહન સાથે ટોચન કરેલ કારને લોકો છોડાવી ગયા હતા. પોસઇ ચાૈધરીએ ઉચ્ચ કક્ષાએ કરતા તાત્કાલીક વેજલપુર ખાતે કાલોલ મામલતદાર મનોજ વર્મા, હાલોલ DYSP સહિત ગોધરા એ અને બી ડીવીઝન પોલીસ મથક, LCB પીઆઇ ડી એન ચુડાસમા તથા SOG પીઆઇ એમ પી પંડ્યા સહીતના આવી પહોચ્યા હતા. અને આરોપીઓને શોધવા સર્ચ ઓપરેશ હાથ ધર્યુ.

સર્ચ અોપરેશન દરમિયાન વિસ્તારના ઘરોમાં તાળા જોવા મળ્યા
વેજલપુરના પ્લોટ વિસ્તારમાં પોલીસ પર થયેલા હુમલા બાદ હાલોલ DYSP સહિત ગોધરા એ અને બી ડીવીઝનન પોલીસ મથક, LCB પીઆઇ ડી એન ચુડાસમા તથા SOG પીઆઇ એમ પી પંડ્યા સહીતનો સ્ટાફ આરોપીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા પહોચ્યા હતા. પરંતુ વિસ્તારમાં સર્ચ ઓપરેશનની જાણ થતા મોટા ભાગના ધરો પર તાળા જોવા મળ્યા હતા.

અગાઉ પણ પોસઇ પર હુમલો થયો હતો
વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી દરમ્યાન હુમલા કરવામાં આવતા હોય છે. આ અગાઉ પણ વેજલપુર પોલીસ મથકે ફરજ બજાવતા પોસઇ કામોલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે પણ આજ રીતે તેમના પર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો હતો. આમ વેજલપુરમાં પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...