તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમી છમકલું:કાલોલમાં બે જૂથના ટોળાં સામ-સામે આવ્યાં, પથ્થરમારો થતાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત, ટીયરગેસના સેલ છોડાયા

ગાધરા25 દિવસ પહેલા
બે કોમના લોકો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ ઘટના સ્થળે પહોંચી પોલીસે ટીયરગેસના સેલ છોડ્યાં હતાં.
  • જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ગોઠવાયો

પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે બપોરના સમયે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. મોટી સંખ્યામાં બન્ને કોમના ટોળાં આમને-સામને આવી જતા ભારે પથ્થરમારો થયો હતો. જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા વાહનોને પણ ટાર્ગેટ કરી પથ્થર અને દંડા મારવામાં આવ્યાં હતાં. જોકે ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા એસ.પી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતાં. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરતા પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનુ જાણવા મળ્યું હતું.

જૂથ અથડામણમાં પોલીસ પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યાં હતાં.
જૂથ અથડામણમાં પોલીસ પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યાં હતાં.

તંગદીલીભર્યુ વાતાવરણ સર્જાયું
મળેલી માહિતી અનુસાર, કાલોલ સ્થિત ગધેડી ફળિયા અને કસ્બા વિસ્તારમાં બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક તંગદીલી ભર્યું વિતાવરણ સર્જાયુ હતું. જેમાં બન્ને કોમના ટોળા વચ્ચે હીંસક જૂથ અથડામણ થતાં વાતાવરણ અતિ તંગ બનતા પરિસ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ હતી. ટોળા દ્વારા પથ્થરમારો કરાતાં વિસ્તારની દુકાનો ટપો ટપ બંધ થવા માંડી હતી. હિંસક બનેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી વાહનોને પણ નૂકશાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં રસ્તા પરથી પસાર થતાં અનેક વાહનોને પણ હિંસક ટોળાએ ટાર્ગેટ કરી પથ્થર મારો કર્યો હતો.

બેકાબૂ બનેલા ટોળાએ વાહનોના કાચ તોડ્યાં હતાં.
બેકાબૂ બનેલા ટોળાએ વાહનોના કાચ તોડ્યાં હતાં.

પોલીસે લાઠિચાર્જ કર્યો
બનાવની જાણ સ્થાનિક પોલીસ અને ઉચ્ચઅધિકારીઓ તથા પંચમહાલ એસ.પી લીના પાટીલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વણસેલી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. તેમજ લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જોકે પરિસ્થિતિ કાબુ બહાર જતાં સમગ્ર જિલ્લાની પોલીસને કાલોલમાં ખડકી દેવામાં આવી છે.

તોફાની ટોળાએ પોલીસ પર પણ પથ્થરો ફેંક્તાં પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયાં હતાં.
તોફાની ટોળાએ પોલીસ પર પણ પથ્થરો ફેંક્તાં પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયાં હતાં.

પોલીસે કોમ્બીંગ વધાર્યું
જોકે આ બનાવ પાછળ ગૌ માંસની તસ્કરી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. પરંતુ હજી સુધી આ મામલે પોલીસ કે, તંત્ર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી અસામાજીક તત્વોને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી છે.