તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક સામે સંક:પંચમહાલમાં વરસાદને અભાવે 1,51,261 હેક્ટરમાં પાક સામે સંકટ, 7 તાલુકાના મુખ્ય 4 જળાશયો ખાલી

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જળાશયમાં પાણીની ઘટેલી સપાટી - Divya Bhaskar
જળાશયમાં પાણીની ઘટેલી સપાટી
  • ગત વર્ષની 26 ઓગસ્ટે 63 ટકા ભરેલા પંચમહાલ જિલ્લાના 4 ડેમ ઓગસ્ટ 2021માં 40% જ ભરાયા
  • 5 દિ’માં વરસાદ ન પડે તો સિંચાઇ માટે પાણી બંધ કરાશે

પંચમહાલ જિલ્લામાં ચાર જળાશયો આવેલા છે. જેમાં પાનમ, દેવ, હડફ તથા કરાડ જળાશયોનો સમાવેશ થાય છે. જે જળાશયો ગત વર્ષે 26 ઓગસ્ટે સરેરાશ 63 ટકા ભરેલા હતા. પણ આ વર્ષે જિલ્લામાં ફક્ત 35 ટકા વરસાદ જ નોધાતાં જળાશયોમાં નવા નીર ન આવતાં ડેમની સપાટી વધી નથી. જેથી 26 ઓગસ્ટ 2021 સુધીમાં ડેમ 40 ટકા જ ભરેલા છે. જિલ્લાના મુખ્ય ડેમ પાનમમાં 35 ટકા પાણીનો જથ્થો રહેતાં પાનમ ડેમ તંત્રએ બે વર્ષનો પીવાના પાણીનો જથ્થો સંગ્રહીત કરી અનામત રાખ્યો છે. જેથી અમુક સપાટી બાદ સિચાંઇ માટે પણ પાણી આપવામાં આવશે નહિ.

જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ આધારીત છે. અત્યાર સુધી ખેડુતોએ 1.51 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાેતર કર્યું છે. વરસાદ ઓછો પડતાં મકાઇના પાકને બાદ કરતાં ડાંગર સહીતના પાક નિષ્ફળ જવાની ભિતી ઉભી થઇ છે. જિલ્લામાં વરસાદ ગત વર્ષ કરતાં 40 ટકા ઓછો નોધાયો છે. જેને લઇને 30 ટકા જેટલા ખરીફ પાકને નુકસાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જિલ્લામાં વરસાદના કોઇ એંધાણ પણ ન લાગતાં હોવાથી ચોમાસું નિષ્ફ્ળ જાય તો આગામી રવિ પાક પણ થશે નહિ. એકંદરે જો જિલ્લામાં વરસાદ થયો નહીં કે ઓછો થયો તો પંચમહાલના કેટલાય ગામો દુષ્કાળમાં ગરકાવ થઇ જશે.

10 ઈંચથી ઓછાે વરસાદ પડે તો તેવા તાલુકા તંત્ર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે
જિલ્લામાં અત્યાર સુઘી 35 ટકા વરસાોદ નોધાયો છે. તેમજ જિલ્લાના 35 જેટલા સિંચાઇના તળાવ પણ તળીયા ઝાટક છે. 31મી ઓગસ્ટ સુઘી વરસાદ નહિ આવે તો 10 ઇંચ કરતા ઓછો વરસાદ પડયો હોય તેવા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે. જિલ્લાના શહેરા, કાલોલ તથા ઘોઘંબા તાલુકામાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડયો હોવાથી 31મી ઓગસ્ટ સુઘી વરસાદ નહી પડે તો ખેડૂતોને મુખ્યમંત્રી પાક સહાય યોજના અંતગર્ત સહાય ચુકવવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યુ હતુ.

વાવેતર અને વરસાદના આંકડા

તાલુકાવાવેતર (હે.માં)વરસાદ (મિ.મી)ટકાવારી
ઘોઘંબા3106421024.76
ગોધરા2950236542.72
હાલોલ2220740738.13
જાંબુઘોડા566449445.14
કાલોલ1798715322.27
મોરવા(હ)1583931634.43
શહેરા2899824031.55

જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયમાં 5.3 મિલિયન ઘન મીટર પાણી પીવા માટે રખાયું
પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયમાંથી સિચાંઇના પાણી થકી પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના કુલ 5 તાલુકાના 132 ગામોની 36405 હેક્ટર જમીનમાં ખેતી થતી હતી. તેમજ પાનમ પાણી પુરવઠા જૂથ યોજના અંતર્ગત 5.3 મિલિયન ઘન મીટર પાણી પીવા માટે રખાયું છે. જેમાં કોઠા યોજનામાં ૨૦ ગામો, પંચમહાલ (પંચામૃત ડેરી), ગોધરા, શહેરા શહેર જ્યારે કે ભુનિંદ્રા યોજના હેઠળ ૫૪ ગામો અને શહેરા શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લાના 4 જળાશયની 2 વર્ષની સ્થિતિ (ટકાવારી)

જળાશયવર્ષ- 2020વર્ષ - 2021
પાનમ45.3937.79
દેવ72.7238.07
હડફ80.4666.74
કરાડ57.5628.03

સૂકાતા પાકને જીવતદાન આપવા ડોલ, ઘડાથી પાણી આપતા ખેડૂતો
ગુજરાત સહિત મહિસાગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ વરસતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા. અને મોંઘા ભાવનું ખાતર, બિયારણ લાવી ખેતરમાં વાવણી કરી હતી. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતાં મહામુલો પાક સુકાવાના આરે આવી પહોંચ્યો છે. ચાલુ ચોમાસાની સીઝનમાં જિલ્લામાં હાલ 34 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના જળાશયોમાં પણ પાણીની સપાટી ઘટી જતા સિંચાઇ માટે પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવી રહ્યુ છે. ત્યારે હાલ તો ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. મલેકપુરના ખેડૂતો પાક બચાવવા હાલ ડોલ અને ઘડાથી છોડવે છોડવે પાણી રેડી ખેતરોનો પાક બચવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...