કાર્યવાહી:ગવાસીમાં ગેરકાયદે ખેતરમાં પ્રવેશતા 5 સામે ગુનો નોંધાયો

ગોધરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી
  • ધારિયા અને તલવારથી કાપી નાખીશું તેવી ધમકી આપી

ગોધરા તાલુકાના ગવાસી ગામના હરીશભાઈ રાણાભાઈ ચારણ, વજાભાઈ રાણાભાઈ ચારણ, નાનાભાઈ રાણાભાઈ ચારણ, અમરાભાઈ રાણાભાઈ ચારણ, દેવકરણભાઈ લખાભાઈ ચારણ તમામે એકજુટ થઈ અમારી માલિકીના ખેતરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અપશબ્દો બોલીને આ જમીન અમને આપી દો અને ખેતર છોડી જતા રહો. નહીંતર ધારીયા અને તલવારથી કાપી નાખીશું તેવી ધમકી આપી હતી. ખેતર માલિકે જણાવ્યું હતું કે આ જમીન અમારી છે તો તમે અમને ખોટી રીતે કેમ હેરાન કરો છો તેમ કહ્યું હતું.

ઇસમોઓ જમીન પચાવી પાડવાના આશયે ધાક ધમકી આપી ઝઘડો કરી આરોપી વજાભાઈ ચારણે ટ્રેકટરથી જબરદસ્તી અમારા ખેતરમાં ખેડાણ કરી વાવેતર કરેલા દિવેલા અને સુઢિયાના પાકને નુકસાન પહોચાડ્યું હતું. તેમજ આરોપી દેવકરણ ચારણે હાથમાં ધારીયું લઈ આવી ખેતર માલિકને જો ખેતરમાં ગયો છું તો અહીંયા જ કાપી નાખીશ તેવી મારી નાખવાની ધમકી અાપી હતી.

અા અંગેની ખેતરના માલીક કાનાભાઈ રવસુરભાઈ ચારણે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા હેઠળ પાંચ જેટલા અન્ય ઈસમો સામે ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...